મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં જર્જરીત મકાને નોતરી વધુ એક દુર્ઘટના, ધડાકા સાથે સ્લેબ ધરાશાયી થતાં મહિલા દબાઈ

સુરતમાં જર્જરીત મકાનો છાસવારે મોટી દુર્ઘટના સર્જતા રહે છે. સચિનના પાલિમાં 7ના મોતની ઘટનાની શાહી હજુ સુકાઈ નથ

સુરતમાં જર્જરીત મકાને નોતરી વધુ એક દુર્ઘટના, ધડાકા સાથે સ્લેબ ધરાશાયી થતાં મહિલા દબાઈ

સુરતમાં જર્જરીત મકાનો છાસવારે મોટી દુર્ઘટના સર્જતા રહે છે. સચિનના પાલિમાં 7ના મોતની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં રાંદેર વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનનો સ્લેબ ધડાકાભેર ધરાશાયી થયો હતો. બીજા માળનો એક રૂમનો આખો સ્લેબનો ભાગ ધરાશાયી થતાં આસપાસમાં અફડાતફડી મચી ગઈ હતી.

મહિલાને ઈજા

હાઉસિંગ બોર્ડના મકાનનો સ્લેબ તૂટી પડતાં બેડરૂમમાં રહેલી મહિલા દબાઈ ગઈ હતી. જેથી તેણીને સ્થાનિકોએ દોડી આવીને રેસ્ક્યું કરી હતી. મહિલાને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહિલાને હાથના ભાગે ફ્રેક્ચર થવાની સાથે મુઢ માર વાગ્યો છે. આ દુર્ઘટનાથી સ્થાનિકોમાં ભયનો ફફડાટ પેદા થયો છે.

40 વર્ષ જૂનું મકાન

મોહિનીબેને કહ્યું કે, હું પ્લાસ્ટિકના વાસણ મુકવા ગઈ હતી. એકદમ અવાજ આવ્યો એટલે જઈને જોયું તો રૂમનો સ્લેબ પડી ગયો હતો. વહુ દેખાઈ નહીં એટલે બૂમાબૂમ કરી હતી. તેના હાથમાં ફ્રેક્ચર થયું છે.નુકસાન પણ ઘણું થયું છે. સેટી તૂટી છે. એસી, કબાટ, ટેબલ સહિતનું રાચરસીલું તૂટી ગયું છે. નોટિસ પણ પાલિકા દ્વારા આપવામાં આવી છે. 40 વર્ષ જૂનું મકાન છે. દૂર મકાન મળતા હોવાથી લોકો ખાલી કરતાં નથી.

આ સમાચાર શેર કરો