મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની કાર પર જોવા મળ્યું સાયરન, કેમેરો જોતા ડ્રાયવર કાર લઈને પલાયન

અમદાવાદ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ હવે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની કાર પર પણ સાયરન જોવા મળ્યું છે. ગુજરા

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની કાર પર જોવા મળ્યું સાયરન, કેમેરો જોતા ડ્રાયવર કાર લઈને પલાયન

અમદાવાદ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ હવે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની કાર પર પણ સાયરન જોવા મળ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાની કાર પર સાયરન જોવા મળ્યું છે.

સરકારી નિયમ મુજબ માત્ર ઇમરજન્સી વાહનો પર જ સાયરન લગાવી શકાય છે. મોટર વ્હીકલ રૂલ્સ 119 મુજબ ઈમરજન્સી વાહનો પર જ સાયરન લાગી શકે છે. સમાન્ય સંજોગોમાં કુલપતિની પોતાની કાર યુનિવર્સિટી ટાવર પાસે જ પાર્ક કરતા હોય છે. સૌરાષ્ટ્ર  યુનિવર્સિટી કુલપતિની કારનો વિવાદ સામે આવ્યા બાદ આજે કાર પ્રેસ વિભાગમાં પાર્ક કરી હતી. GSTVની ટીમે કારનું શૂટિંગ કરતા ડ્રાઈવર કાર લઈ ભાગી ગયો હતો.

“VIP કલ્ચરનો વિરોધી છું” કહેનારા સૌરાષ્ટ્ર યુનિ. કુલપતિએ ગાડી પર લગાવ્યું હતું સાયરન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના સરકારી વાહન પર સાયરન લગાડવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. આ સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિ.  કુલપતિ ડો.ઉત્પલ જોષીનું બેવડું વલણ જોવા મળ્યું હતું. એક બાજું તેમણે કહ્યું, “હું VIP કલ્ચરનો વિરોધી છું”, બીજી બાજું કહ્યું, “રાજ્યની 5 યુનિવર્સિટીના કુલપતિઓની કારમાં સાયરન લગાડેલા છે.”  જો કે તેમણે કહ્યું કે નિયમ જે હશે તેનુ હું પાલન કરીશ. ટ્રાફિકમાં ક્યારેક ફસાય ત્યારે આ સાયરનનો ઉપયોગ કરી શકાય છે. વિવાદ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ પોતાની ગાડી પરથી સાયરન હટાવી દીધું હતું.

આ સમાચાર શેર કરો