મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ સિવિલ હોસ્પિટલ ઉંદર મામલો, એનીમલ વેલ્ફેરની નોટીસનો આપ્યો આ જવાબ

રાજકોટની સિવિલ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે. અહીં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ

રાજકોટ સિવિલ હોસ્પિટલ ઉંદર મામલો, એનીમલ વેલ્ફેરની નોટીસનો આપ્યો આ જવાબ

રાજકોટની સિવિલ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે. અહીં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે પરંતુ આ સિવિલ હોસ્પિટલમાંથી વિડિયો વાયરલ થયો હતો. જેમાં ઉંદરનો ત્રાસ જોવા મળ્યા હતા. હવે સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા ઉંદરો પકડવા મામલે અજીબોગરીબ ઘાટ સર્જાયો છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલને એનિમલ વેલ્ફેર દ્વારા મળેલ નોટીસ મામલે સિવિલ અધિક્ષકે નોટીસનો જવાબ આપ્યો છે. ઉંદરોને પાંજરામાં પુરી આજી નદીને કાંઠે અન્ય પશુઓ હેરાન ન કરે તે રીતે છોડવામાં આવી રહ્યા હોવાનો જવાબ રજૂ કરાયો હતો.

ઉલ્લેખનિય છે કે એનિમલ વેલ્ફેર દ્વારા ઉંદરો પર અત્યાચાર મામલે નોટીસ ફટકારવામાં આવી હતી. તેમણે કહ્યું કે, જીવની હિંસા ન થાય અને દર્દીઓને ઉંદર ન કરડે તે અમારી પ્રાથમિકતા હતી.

જણાવી દઈએ કે, સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા ઉંદરો પકડવા મામલે એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્યએ સિવિલ હોસ્પિટલને નોટિસ ફટકારી છે. જી હા...સત્તાધીશોને ઉંદરો પર અત્યાચાર કરો છો, શા માટે તમારા પર આઇપીસી કલમ 428, 429 મુજબ કાર્યવાહી ન કરવી? તેવા લખાણ સાથે નોટીસ ફટકારતા વિવાદ સર્જાયો છે. એનિમલ વેલ્ફેર બોર્ડના લેટરપેડ પર સિવિલ હોસ્પિટલને નોટીસ મળતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.

આ સમાચાર શેર કરો