VIDEO: “VIP કલ્ચરનો વિરોધી છું” કહેનારા સૌરાષ્ટ્ર યુનિ. કુલપતિએ ગાડી પર સાયરન લગાવ્યું
Rajkot News: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના સરકારી વાહન પર સાયરન લગાડવાનો મુદ્દો ચર્ચાનો વિષય

Rajkot News: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના સરકારી વાહન પર સાયરન લગાડવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. આ સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિ. કુલપતિ ડો.ઉત્પલ જોષીનું બેવડું વલણ જોવા મળ્યું છે. એક બાજું તેમણે કહ્યું, “હું VIP કલ્ચરનો વિરોધી છું”, બીજી બાજું કહ્યું, “રાજ્યની 5 યુનિવર્સિટીના કુલપતિઓની કારમાં સાયરન લગાડેલા છે.” જો કે તેમણે કહ્યું કે નિયમ જે હશે તેનુ હું પાલન કરીશ. ટ્રાફિકમાં ક્યારેક ફસાય ત્યારે આ સાયરનનો ઉપયોગ કરી શકાય છે.




