મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ સ્વામિનારાયણ મંદિર કલાકુંજના રજત જયંતિ મહોત્સવ, શ્રીજી મહારાજની લીલા દર્શાવતુ રૂપક થયું રજૂ

સુરતના સ્વામિનારાયણ મંદિર કલાકુંજના રજત જયંતિ મહોત્સવમાં રોજ રોજ અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે.

સુરત/ સ્વામિનારાયણ મંદિર કલાકુંજના રજત જયંતિ મહોત્સવ, શ્રીજી મહારાજની લીલા દર્શાવતુ રૂપક થયું રજૂ

સુરતના સ્વામિનારાયણ મંદિર કલાકુંજના રજત જયંતિ મહોત્સવમાં રોજ રોજ અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. 10મીથી શરૂ થયેલો ઉત્સવ 17મી સુધી ચાલનાર છે. ત્યારે રોજે રોજ કથા-વાર્તાની સાથે ભક્તિભાવપૂર્વ પ્રસંગની ઉજવણી થઈ રહી છે.આચાર્ય મહારાજ દ્વારા આવનારા વડતાલ ધામ દ્વિ શતાબ્દી મહોત્સવ રંગે ચંગે ઉજવવા માટે તન મન ધનથી  સેવા કરવા માટે સમગ્ર હરી ભક્તોને ખાસ ટકોર કરી હતી.

વ્યસનરૂપી રાક્ષસને ઉખેડવા હાકલ

સ્વામિનારાયણ મંદિર કલાકુંજના રજત જયંતિ મહોત્સવ પ્રસંગે અથાણા વાળા શાસ્ત્રી હરી પ્રકાશદાસજી સ્વામીએ ભાગવત કથાનું રસપાન કરાવ્યું હતું. જેની અંદર ભગવાન શ્રીકૃષ્ણની લીલાનું અદભુત વર્ણન કર્યું હતું. જે તે સમયે ભગવાન શ્રીકૃષ્ણએ કરેલી સામાજિક ક્રાંતિની વાત કરી હતી. શ્રીમદ ભાગવત કથા દ્વારા સ્વામીએ હરિભક્તોને જીવન જીવવાનો સાચો રાહ બતાવી સમાજમાં રહેલા વ્યસન રૂપી રાક્ષસને જડ મૂળમાંથી ઉખેડી નાખવાની હાકલ કરી હતી. 

ઉદારતા અને માફ કરવાની વૃતિનો મેસેજ

આ પ્રસંગને અનુરૂપ કલાકુંજ મંદિરના યુવાનો અને બાળકોએ સરસ મજાનું આધ્યાત્મિક રૂપી શ્રીજી મહારાજની લીલા દર્શાવતુ રૂપક રજૂ કર્યું હતું. આ રૂપક દ્વારા શ્રીજી મહારાજે દાખવેલી ઉદારતા અને માફ કરવાની વૃત્તિનો અદભૂત મેસેજ પણ સમાજને આપ્યો હતો.આ સમગ્ર રૂપક નીલકંચરણદાસજી સ્વામીની પ્રેરણાથી ચાલતી યુવા સભાના યુવાનો અને બાળ સભાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. સમગ્ર મહિલા હરિભક્તોને પ્રસંગને અનુરૂપ પ્રેરણા રૂપી માર્ગદર્શન આપ્યું હતું.

આ સમાચાર શેર કરો