મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં જવેલર્સની દુકાનમાંથી ચોરી, તસ્કરો શટર ઊંચુ કરીને 2 કિલો સોનું અને કિલો ચાંદી લઈને ફરાર

સુરતમાં તસ્કરો પોલીસને પડકાર ફેંકતા હોય તે રીતે ફરીથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ઉમરા પોલીસ મથક વિસ્ત

સુરતમાં જવેલર્સની દુકાનમાંથી ચોરી, તસ્કરો શટર ઊંચુ કરીને 2 કિલો સોનું અને કિલો ચાંદી લઈને ફરાર

સુરતમાં તસ્કરો પોલીસને પડકાર ફેંકતા હોય તે રીતે ફરીથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ઉમરા પોલીસ મથક વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ત્રાટકીને તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ચોરીની ઘટના અંગે જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

સોના-ચાંદીની ચોરી

ઉમરા વિસ્તારમાં કરોડોની ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે. ટર્નિંગ પોઇન્ટ પાસે આવેલી "ઓર્નામેન્ટલ જ્વેલર્સ "નામની દુકામાં ઘરફોડ કરવામાં આવી છે. રાત્રી દરમ્યાન ઇકો કારમાં આવેલા બે ઈસમોએ ઘટનાને અંજામ આપ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઓર્નામેન્ટલ જ્વેલર્સ દુકાનના ડિસ્પ્લેમાં રાખવામાં આવેલ 2 કિલો સોનું સહિત 1 કિલો ચાંદી લઈ ફરાર થયા હોવાનું સામે આવ્યુ છે.

ડીવીઆરની ચોરી

દુકાનનું આખે આખું શટર ઊંચું કરી કરોડોની ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ઉમરા પોલીસ સહિત સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. જો કે, તસ્કરો ડીવીઆર પણ લઈ ફરાર થઈ ગયા છે. 

જાણભેદુ હોવાની આશંકા

પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, સમગ્ર ચોરીમાં કોઈ જાણ ભેદુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસને આશંકા છે કે કોઈ નજીકની વ્યક્તિએ ચોરી કરી હોય શકે છે. જેથી તે દિશામાં તપાસ હાથ ધરરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો