મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BOTAD : અવેડાગેઈટ વિસ્તારમાં બુટ-ચંપલના ગોડાઉન સાથે બાજુની ત્રણ દુકાનોમાં લાગી ભીષણ આગ, લાખોનું નુકસાન

shoes godown caught fire in Awedagait area | બોટાદ શહેરમાં અવેડાગેઈટ વિસ્તારમાં મોડીરાત્રે બુટ-ચંપલના ગોડાઉનમાં આગ લાગી હતી અને ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધ

BOTAD : અવેડાગેઈટ વિસ્તારમાં બુટ-ચંપલના ગોડાઉન સાથે બાજુની ત્રણ દુકાનોમાં લાગી ભીષણ આગ, લાખોનું નુકસાન

બોટાદ શહેરમાં અવેડાગેઈટ વિસ્તારમાં મોડીરાત્રે બુટ-ચંપલના ગોડાઉનમાં આગ લાગી હતી અને ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય ત્રણેક દુકાનોમાં આગ ભભૂકી ઉઠી હતી.

 ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને બોટાદ નગરપાલિકાની ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ ના કારણે દુકાનમાં રહેલ તમામ માલ બળીને ખાખ થતાં લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે. 

આ પણ વાંચો : સાયલાના મોટા સખપરથી 4 દિવસ પહેલા અપહરણ કરાયેલ બાળકી રાજકોટથી મળી આવી, અપહરણકાર બગોદરાથી ઝડપાયો

ફટાકડાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. ત્રણેય દુકાનોમાં આગ લાગતાં દુકાનમાં રહેલ બુટ-ચંપલનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો અને સાથે બાજુની ત્રણ દુકાનોનો સામાન પણ આગમાં બળી જતા લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો