મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગર : પતિના મોતના આઘાતમાં પત્નીએ ચોથા માળેથી લગાવી છલાંગ

ભાવનગરમાં પતિના મોતના આઘાતમાં પત્નીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. પતિના મોતના સમાચાર સાંભળીને પત્નીએ ચોથા મા

ભાવનગર : પતિના મોતના આઘાતમાં પત્નીએ ચોથા માળેથી લગાવી છલાંગ

ભાવનગરમાં પતિના મોતના આઘાતમાં પત્નીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. પતિના મોતના સમાચાર સાંભળીને પત્નીએ ચોથા માળેથી છલાંગ લગાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. આ પરિણીતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. 

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ શહેરના શાસ્ત્રીનગરમાં માધવ કોમ્પ્લેક્સ પાસે  અક્ષરદીપ એપાર્ટમેન્ટમાં રહેતા ધવલભાઇ ચૌહાણનું આજે સવારે અમદાવાદમાં કોઈ કારણોસર મોત નીપજ્યું હતું. ધવલભાઈનો મૃતદેહ અંતિમક્રિયા માટે તેમના ઘરે લાવામાં આવ્યો હતો. 

આ દરમિયાન ધવલભાઈના પત્ની સુહાનાબેન પતિના મોતનો આઘાત સહન ન કરી શકતા બિલ્ડીંગના ચોથા માળેથી કૂદીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સુહાનાબેન ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. 

આ સમાચાર શેર કરો