મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ શિહોરી બંધ, વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ કર્યો

નવા વર્ષની શરૂઆતની સાથે જ બનાસકાંઠાના બે ભાગલા પાડીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કર્યો છે. જેને લઇ

બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ શિહોરી બંધ, વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ કર્યો

નવા વર્ષની શરૂઆતની સાથે જ બનાસકાંઠાના બે ભાગલા પાડીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કર્યો છે. જેને લઇને કહીં ખુશી, કહીં ગમનો માહોલ છે. સરકારના આ નિર્ણયનો મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સરહદી વિસ્તાર તરીકે ઓળખાતા બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદની નવા જિલ્લાની શરૂઆત સાથે વિરોધના સૂર રેલાયા છે. કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે મામલતદારને લેખિતમાં રજૂઆત પણ કરાઈ છે.

શિહોરીના વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ કર્યો

વાવ-થરાદ જિલ્લામાં કાંકરેજનો સમાવેશ કરવામાં આવતાં શિહોરીના વેપારીઓએ દુકાનો સજ્જડ બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો. ગુરૂવારે વહેલી સવારથી જ શિહોરની બજારોમાં સ્વયંભૂ બંધ રાખવામાં આવતાં સન્નાટો છવાઇ ગયો છે. શિહોરીવાસીઓની માંગ છે કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે. 

કાંકરેજના ધારાસભ્યને આ નિર્ણયને ખોટો ઠેરવ્યો

તો બીજી તરફ કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ સરકારના આ નિર્ણયને ખોટો ગણાવ્યો છે. સરકારે કોઇપણ ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના આ નિર્ણય લીધો છે. કાંકરેજ તાલુકાનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં થવો જોઇએ. 

આ પણ વાંચો: ગુજરાતમાં હવે કુલ 34 જિલ્લા, 17 મહાનગરપાલિકા અને નપાની સંખ્યા 149, વિગતવાર વાંચો આખું લિસ્ટ

ધાનેરાના લોકોને થરાદ વિસ્તાર અનુકૂળ નથી

આ તરફ ધાનેરાનો પણ વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવતાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલે પણ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ધાનેરા તાલુકાના લોકોને વાવ-થરાદ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે. ધાનેરાવાસીઓ માટે ધાનેરા અનુકૂળ વિસ્તાર નથી. જો ભવિષ્યમાં લોકો સરકારના આ નિર્ણયના વિરોધમાં આંદોલન કરશે તો કોંગ્રેસ તેમની સાથે ઉભી રહેશે. 

આ સમાચાર શેર કરો