અમદાવાદ / AMCમાં વિપક્ષ નેતા તરીકે ફરીવાર શેહઝાદ ખાન પઠાણની નિમણૂંક
અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા તરીકે ફરીવાર શેહઝાદ ખાન પઠાણની નિમણૂંક કરવામાં આ

અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા તરીકે ફરીવાર શેહઝાદ ખાન પઠાણની નિમણૂંક કરવામાં આવી છે. વિપક્ષ નેતા પસંદ કરવા માટે આજે અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા આંતરિક ચૂંટણી કરવામાં આવી હતી, જેમાં શેહઝાદ ખાન પઠાણના તરફેણમાં 18 કોંગી કોર્પોરેટરોએ મતદાન કર્યું હતું. જો કે શેહઝાદ ખાન પઠાણ એક માત્ર દાવેદાર હતા અને બેલેટ પેપર પર માત્ર તેમનું એકનું જ નામ હતું.
5 કોંગ્રેસ કોર્પોરેટરોએ ન કર્યું મતદાન
AMCમાં વિપક્ષ નેતાની ચૂંટણીમાં આજે શેહઝાદ ખાન પઠાણ એક માત્ર દાવેદાર હતા. કોંગ્રેસના 18 કોર્પોરેટરોએ શેહઝાદ ખાન પઠાણના તરફેણમાં મતદાન કર્યું હતું, જો કે કોંગ્રેસના રાજશ્રી કેસરી, નિરવ બક્ષી, કામીની ઝા, માધુરી કલાપી અને કમળાબેન ચાવડા આ 5 કોર્પોરેટરોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો અને મતદાન કરવા માટે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા ન હતા. કોંગ્રેસના 18 કોર્પોરેટરોએ શેહઝાદ ખાન પઠાણના તરફેણમાં મતદાન કરતા શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે તેમની જીતની જાહેરાત કરી હતી.






