મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: આગની ઘટનાને મોકડ્રીલમાં ખપાવી દેનાર શાંતિ એશિયાટિક સ્કૂલ પર દંડનાત્મક કાર્યવાહી

આગની ઘટના બની હોવા છતાં મોકડ્રીલમાં ખપાવી દઈને ઘટનાને છુપાવવા બદલ અંતે શાંતિ એશિયાટિક સ્કૂલને હા

અમદાવાદ: આગની ઘટનાને મોકડ્રીલમાં ખપાવી દેનાર શાંતિ એશિયાટિક સ્કૂલ પર દંડનાત્મક કાર્યવાહી

આગની ઘટના બની હોવા છતાં મોકડ્રીલમાં ખપાવી દઈને ઘટનાને છુપાવવા બદલ અંતે શાંતિ એશિયાટિક સ્કૂલને હાલ આરટીઈ એક્ટની જોગવાઈ હેઠળ ડીપીઓ દ્વારા દસ હજાર રૂપિયાનો દંડ કરવામા આવ્યો છે. આ સ્કૂલ સીબીએસઈ હોવાથી ડીઈઓ-ડીપીઓ દ્વારા સંયુક્ત રીતે સીબીએસઈને પાંચ લાખ રૂપિયાનો દંડ કરવા બદલ ભલામણ કરવામા આવી છે.જેથી સીબીએસઈ દ્વારા હવે સ્કૂલને મોટો દંડ થઈ શકે છે.

હાલ દસ હજારનો દંડ કરાયો પરંતુ વઘુ પાંચ લાખનો દંડ કરાવવા સીબીએસઈને પત્ર લખાયો

અમદાવાદ ગ્રામ્યમાં સાણંદ રોડ પર આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં ગત મહિને બપોરના સમયે શોર્ટ સર્કિટને લીધે આગની ઘટના બની હતી પરંતુ આ ઘટનાને અંગે સ્કૂલે ડીઈઓ-ડીપીઓ કે કોર્પોરેશન સહિત કોઈ પણ સત્તામંડળને જાણ કરી ન હતી. ઉપરાંત વિદ્યાર્થીઓ આ ઘટનાને લઈને ઘરે જઈને વાલીઓને જાણ કરવામાં આવી હતી.

પોલીસ અધિકારીઓ પણ ઘટના બાદ પહોંચ્યા હતા

વાલીઓ પણ મોટી સંખ્યામાં બીજા દિવસે સ્કૂલ પર પહોંચી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. જેના પગલે ગ્રામ્ય ડીઈઓથી માંડી ડીપીઓની ટીમ પણ સ્કૂલ પર પહોંચી ગઈ હતી અને  પ્રાંત અધિકારીથી માંડી કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ પણ આવી ગયા હતા. આ ઘટનાને લઈને પોલીસે જાણવાજોગ ફરિયાદ પણ નોંધી હતી.

આ સમાચાર શેર કરો