મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનું મહાકુંભની સુરક્ષા અને ગુજરાતમાં ડિમોલિશન અંગે નિવેદન, જાણો શું કહ્યું

મહાકુંભમાં થયેલ ભાગદોડ અંગે તેમજ ગુજરાતમાં ચાલી રહેલા ડિમોલિશન અંગે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનુ

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનું મહાકુંભની સુરક્ષા અને ગુજરાતમાં ડિમોલિશન અંગે નિવેદન, જાણો શું કહ્યું

મહાકુંભમાં થયેલ ભાગદોડ અંગે તેમજ ગુજરાતમાં ચાલી રહેલા ડિમોલિશન અંગે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, પીડિતો પ્રત્યે કોંગ્રેસ પક્ષની સંવેદના છે. માત્ર વોટબેંક પોલિટિક્સ માટે પ્રચાર-પ્રસાર અને ખર્ચ થયો છે. ગંગા કિનારે જનારા શ્રદ્ધાળુની સુરક્ષા ના થાય એ અયોગ્ય છે. સરકારને વિનંતી કે તેઓ શ્રદ્ધાળુઓની સુરક્ષાની વ્યવસ્થા કરે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના આગેવાનોએ ડિમોલિશન કરવામાં આવેલા સ્થળની મુલાકાત લીધી. તેમજ ઘરવિહોણા લોકો સાથે શક્તિસિંહ ગોહિલે વાતચીત કરી હતી. આ મુલાકાતમાં માલધારી સમાજના અનેક આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ સાથે મોટી સંખ્યામાં ઘર વિહોણા લોકો શક્તિસિંહ ગોહિલને પોતાની વેદના જણાવી રહ્યા હતા.

આ પણ વાંચો : પોરબંદરમાં શિક્ષકે 13 વર્ષની બાળા પર આચર્યું દુષ્કર્મ, POCSO હેઠળ ગુનો નોંધી પોલીસ તપાસ શરુ

ડિમોલિશન અંગે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, ભાડે મેળવેલા મકાનોમાં દલિત,રબારી,ક્ષત્રિય સમાજના લોકો વસે છે આ આતંકવાદી નથી. વર્ષોથી આ રિઝર્વ પ્લોટ પર બાંધકામ કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે પણ આ મામલે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનો પાલન કરવાનું કહ્યું છે. વિકાસના કામો સાથે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે છતાં કોઈ જ સુવિધાઓ આપવામાં નથી આવી. ભગવાન માફ નહિ કરે, આ અમાનુષી પ્રવૃત્તિ સામે અમે અવાજ ઉઠાવીશું.

ગરવી ગુજરાતી તરીકે આપણે બંગલામાં રહીને ગરીબ અને ઝુંપડીમાં રહેનારાઓનું દર્દ સમજવું જોઈએ. અનેક જગ્યાએ આવી ડિમોલિશન પ્રક્રિયા કરવામાં આવી રહી છે. અધિકારીઓ કહે છે કે ચે સરકારના આદેશનું પાલન કરે છે. લોકોના આશિયાના તૂટી ગયા છે લોકોનો સમાન બહાર રખડે છે, મકાનમાં રહેલા મંદિર તૂટી ગયા છે.

આ સમાચાર શેર કરો