મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

શક્તિસિંહ ગોહિલે SVP હોસ્પિટલમાં બનેલી ઘટનાનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો, સાંસદના આક્ષેપો સામે CEOનું નિવેદન

આયુષ્યમાન કાર્ડમાં પડતી હાલાકી મુદ્દે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તે

શક્તિસિંહ ગોહિલે SVP હોસ્પિટલમાં બનેલી ઘટનાનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો, સાંસદના આક્ષેપો સામે CEOનું નિવેદન

આયુષ્યમાન કાર્ડમાં પડતી હાલાકી મુદ્દે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે સંસદમાં SVP હોસ્પિટલમાં બનેલી ઘટનાનો મુદ્દો ઉઠાવ્યો હતો. SVP કોર્પોરેશન સંચાલિત છે તે વિષયના ઊંડાણમાં ઉતરીને નિરાકરણ લાવે તે માટે મુદ્દો ઉઠાવ્યો. SVP પોતાની ક્ષતિ સુધારવાની જગ્યાએ એક યાદી જાહેર કરી હતી.

પહેલા કહ્યું આયુષ્માન કાર્ડ છે એટલે કોઈ ખર્ચ નહીં થાય

તેમણે આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે, SVP હોસ્પિટલમાં અંધેર અને લૂંટ ચાલવામાં આવે છે. કચ્છનો 23 વર્ષનો યુવાન અકસ્માત બાદ SVPમાં દાખલ થાય છે. દર્દીને પહેલા કહ્યું આયુષ્માન કાર્ડ છે એટલે કોઈ ખર્ચ નહીં થાય. જેથી દર્દીએ સારવાર શરુ કરી પરંતુ ટ્રીટમેન્ટમાં માફક ન આવતા દર્દીએ કહ્યું અમારે બીજે સારવાર લેવી છે.

પછી કહ્યું રુ. 68,000 ભરવા પડશે

તો હોસ્પિટલે કહ્યું કે 68 હજાર ભરવા પડશે અને ત્યાર બાદ કહ્યું કે, 36 હજાર ભરવા પડશે. અધૂરી ટ્રીટમેન્ટ હતી તો પણ પૂરા પૈસા ભરવા પડશે તેવું કહેવામાં આવ્યું હતું. SVPમાં વાત કરી ત્યારે કહેવામાં આવ્યું કે આ તો નિયમ છે. પછી કહ્યું RMO કહે તેમ કરવું પડશે તો બાદમાં 29,899 રૂપિયાનું મેડિકલ સ્ટોરનું બિલ ભરવામાં આવ્યું. તો બિલ અંગે ચર્ચા કરતા દર્દીએ કહ્યું કે આટલી બધી દવા પણ નથી તો એટલું બિલ કેમ?

X-Ray રિપોર્ટનું ખોટું રુ. 4000નુ બિલ  

તો જાણવા મળ્યું કે, બધી દવા ખુણામાં પડી હતી પણ બિલ તમારા સુધી પહોંચી ગયું. દર્દી અને તેના સગા વાત કરે છે કે X-Ray રિપોર્ટના પૈસા રોકડા ભર્યા તો ફરી બિલમાં કેમ સમાવેશ? અને રુ. 4 હજાર X-Ray નું આ બિલ પણ ખોટું હતું તેને પણ કાઢવામાં આવ્યું.

પ્રાઇવેટમાં ખ્યાતિ અને સરકારીમાં SVP તો હવે સામાન્ય માણસ ક્યાં જાય?

દર્દી ધારણા પર બેસવાનું કહે છે ત્યાર બાદ મેડિકલ અને X-Rayનું બિલ હટાવવામાં આવ્યું. સંસદમાં મેં મુદ્દો ઉઠાવ્યો તો પણ SVPએ મારી સાથે વાત નથી કરી કે કોઈ પ્રૂફ છે કે કેમ. આવા ઘણા દર્દીઓ છે તો લોકોની શું હાલત થતી હશે? આ સમગ્ર ઘટના અંગે જ્યુડિશિયલ ઇન્કવાયરી થાય તેવી કોંગ્રેસની માંગ છે. મિલીભગત વગર આ પ્રકારનું કાર્ય થઈ શકે નહીં. પ્રાઇવેટમાં ખ્યાતિ અને સરકારીમાં SVP તો હવે સામાન્ય માણસ ક્યાં જાય?

શક્તિસિંહના આક્ષેપ પર હોસ્પિટલના CEOનું નિવેદન

CEOએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગંભીર અકસ્માત થતા દર્દી કચ્છથી સારવાર માટે આવ્યા હતા. અકસ્માતથી ઇજા થઈ હતી માટે દર્દીને રાજ્ય સરકાર રોડ સેફ્ટી એક્ટ મુજબ રૂ 12 હજારનું બિલમાં કન્સેસન આપ્યું હતું. દર્દી પાસે આયુષ્માન કાર્ડ નહોતું, બાદમાં આયુષ્માન કઢાવ્યું હતું. ડોક્ટરની સલાહ મુજબ ઇજા વધુ હોવાથી પગની સર્જરી કરવી પડે તેમ હતી. સર્જરી માટે કહેતા દર્દી અને તેના સગાએ ના પાડી ડિસ્ચાર્જ લીધું હતું, જે સમયે રૂ 18 હજાર બિલ સેલ્ફ કેરમાં સારવાર લીધી તેનું આપ્યું હતું.

આ સમાચાર શેર કરો