મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આયુષ્યમાન યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 46 લાખથી વધુ દર્દીઓ,9 હજાર કરોડથી વધુની સહાય

કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) યોજના હેઠળ ગુજરાતમાંથી

આયુષ્યમાન યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 46 લાખથી વધુ દર્દીઓ,9 હજાર કરોડથી વધુની સહાય

કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) યોજના હેઠળ ગુજરાતમાંથી પાંચ વર્ષમાં કૂલ 46.23 લાખ દર્દીઓએ સારવાર લીધી છે. આ દર્દીઓની સારવાર પાછળ રૂપિયા 9 હજાર 993 કરોડની રકમની સહાય ચૂકવવામાં આવી છે. આયુષ્યમાન યોજના હેઠળ યુરોલોજીમાં સૌથી વધુ રૂપિયા 678 કરોડ, કાર્ડિયોલોજી પાછળ રૂપિયા 650 કરોડની સહાય ચૂકવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં 2.61 કરોડ આયુષ્યમાન કાર્ડ ધારક

ગુજરાતમાં કૂલ 2.61 કરોડ આયુષ્યમાન કાર્ડ ધારકો છે. 1.38 કરોડ પુરૂષ અને 1.22 કરોડ મહિલાઓ પાસે આયુષ્યમાન કાર્ડ છે. અમદાવાદમાં સૌથી વધુ 24.01 લાખ, સુરતમાં 19.56 લાખ, રાજકોટમાં 15 લાખ, બનાસકાંઠામાં 12.26 લાખ, મહેસાણામાં 11.86 લાખ, વડોદરામાં 10.23 લાખ આયુષ્યમાન કાર્ડ ધારકોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત રાજ્યભરમાંથી 924 પ્રાઇવેટ અને 1752 પબ્લિક એમ કૂલ 2676 હોસ્પિટલ એમ્પેનલ્ડ છે. આયુષ્યમાન યોજના હેઠળ સૌથી વધુ હોસ્પિટલ જોડાયેલી હોય તેમાં બનાસકાંઠા 249 સાથે મોખરે, અમદાવાદ 213 સાથે બીજા, સુરત 163 સાથે ત્રીજા, રાજકોટ 142 સાથે ચોથા, મહેસાણા 121 સાથે પાંચમાં સ્થાને છે. ડાંગમાં સૌથી ઓછી 8, પોરબંદરમાં 20, નર્મદામાં 23 હોસ્પિટલ સંકળાયેલી છે.

આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે કોંગ્રેસ નેતાનું નિવેદન, ડોક્ટરોને ટાર્ગેટ પૂરા કરવાનું પ્રેશર

યોજનાનો અમલ શરૂ કરાયા બાદ દર્દીઓને સૌથી વધુ દાખલ કરાયા હોય તેવા જિલ્લામાં અમદાવાદ 3.34 લાખ સાથે મોખરે, સુરત 2.21 લાખ સાથે બીજા, રાજકોટ 2.04 લાખ સાથે ત્રીજા, બનાસકાંઠા 1.50 લાખ સાથે ચોથા, વડોદરા 1.26 લાખ સાથે પાંચમા સ્થાને છે.

ખ્યાતિ હોસ્પિટલમાં 3 વર્ષમાં 847 દર્દીઓ

દર્દીઓના જીવ સાથે ચેડાં કરનારી અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં 2022થી 2024 એમ 3 વર્ષમાં 847 દર્દીઓએ આયુષ્યમાન યોજના હેઠળ સારવાર લીધેલી છે જેમાં 10થી વધુ દર્દીઓ પાસેથી રૂપિયા 1.35 લાખથી વધુનું બિલ વસૂલવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો