અમદાવાદ: શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી અપાઈ રજા, મુંબઈ જવા રવાના
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનને ગુરૂવારે બે દિવસની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. શાહ

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનને ગુરૂવારે બે દિવસની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. શાહરૂખ પત્ની ગૌરી ખાન અને પરિવાર સાથે મુંબઈ જવા એરપોર્ટ પહોંચ્યો હતો. ચાર્ટર્ડ પ્લેનમાં મુંબઈ જવા રવાના થયા છે.
પૂજા દદલાણીએ ટ્વિટ કરીને તમામનો આભાર માન્યો
શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર લખ્યુ- શાહરૂખ ખાનનું સ્વાસ્થ્ય સારૂ છે. બધાએ ચિંતા વ્યક્ત કરી એ બદલ તમામનો આભાર માન્યો.
શાહરૂખ ખાનને લાગી હતી ગરમી
શાહરૂખ ખાનને અમદાવાદની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની પત્ની ગૌરી ખાન પણ હોસ્પિટલ આવી હતી. શાહરુખ ખાનના મેડિકલ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા.
બુધવારે હોસ્પિટલમાં એડમિટ કરાયો હતો
કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ યોજાયા બાદ 22મેના રોજ સવારે તેની તબિયત બગડતાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. શાહરુખને હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં હોસ્પિટલ ખાતે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જ્યાં હેલ્થ ચેકઅપ કરતાં તેને ડિહાઇડ્રેશન હોવાની જાણ થઈ હતી.






