મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

શાહરૂખ ખાન અમદાવાદની ગરમી સહન ના કરી શક્યો, લૂ લાગતા હોસ્પિટલમાં દાખલ કરાયા

બોલિવૂડ એક્ટ્રેસ શાહરૂખ ખાનને લૂ લાગતા અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બો

શાહરૂખ ખાન અમદાવાદની ગરમી સહન ના કરી શક્યો, લૂ લાગતા હોસ્પિટલમાં દાખલ કરાયા

બોલિવૂડ એક્ટ્રેસ શાહરૂખ ખાનને લૂ લાગતા અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન IPL 2024માં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ જોવા માટે આવ્યો હતો. શાહરૂખ ખાનનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો જ્યા તેના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે.

ગરમીનાં કારણે બોલિવૂડ એક્ટરને લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થતાં આજે બપોરે શહેરની KD હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતો. 

શાહરૂખ ખાનને લૂ લાગી

શાહરૂખ ખાનને લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થતા બપોરના સમયે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. શાહરૂખ ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હોસ્પિટલની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શાહરૂખ ખાન દીકરી સુહાના ખાન અને પુત્ર અબરામ સાથે અમદાવાદ આવ્યો હતો. 

આ પણ વાંચો: VIDEO: જીતના જશ્ન વચ્ચે શાહરૂખ ખાને બે હાથ જોડીને માફી માગી, જાણો સમગ્ર મામલો

 

અમદાવાદમાં 45 ડિગ્રી ગરમી

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ગરમી પડી રહી છે. અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં 40 ડિગ્રીની ઉપર તાપમાન જઇ રહ્યું છે.

શાહરૂખ ખાનની ટીમ IPL 2024ની ફાઇનલમાં

શાહરૂખ ખાનની માલિકી ધરાવતી કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને IPL 2024ની ફાઇનલમાં પહોંચી ગઇ છે.

આ સમાચાર શેર કરો