Ahmedabad news: સેવન્થ ડે સ્કૂલનો પ્લોટ AMC દ્વારા પરત લેવાશે, 3 વખત નોટિસ આપવા છતાં કોઈ પુરાવા અપાયા નહોતા
અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા કેસથી ચર્ચામાં આવેલી સેવન્થ ડે સ્કૂલનો પ્લોટ AMC દ્વારા

અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા કેસથી ચર્ચામાં આવેલી સેવન્થ ડે સ્કૂલનો પ્લોટ AMC દ્વારા પરત લેવામાં આવશે. સ્કૂલને ત્રણ વાર નોટિસ આપવા છતાં જરૂરી ડોક્યુમેન્ટ આપવામાં ન આવતા આ કાર્યવાહી કરાશે.
હવે કોપની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને લઇ AMC દ્વારા સ્કૂલનો પ્લોટ પરત લેવામાં આવશે અને તે માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સ્કૂલને ત્રણ વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી. સ્કૂલ તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી, જેના કારણે હવે કોપની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.




