મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: પોલીસ કમિશનરની સુચનાને સાત P.I ઘોળીને પી ગયા, રાત્રે 12 વાગ્યે ઘરે પહોંચી ગયા

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા પછી આગજનીની ઘટનાના પગલે સમગ્ર રાજ્યમાં 627 પોલીસ સ્ટેશનોમાં PIઓએ ત

અમદાવાદ: પોલીસ કમિશનરની સુચનાને સાત P.I ઘોળીને પી ગયા, રાત્રે 12 વાગ્યે ઘરે પહોંચી ગયા

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા પછી આગજનીની ઘટનાના પગલે સમગ્ર રાજ્યમાં 627 પોલીસ સ્ટેશનોમાં PIઓએ તા 16ના ઈદ અને 17ના ગણેશ વિસર્જન ન થાય ત્યાં સુધી રાત્રે 12 પહેલાં પોલીસ સ્ટેશન ન છોડવા અને ઘરે ન જવાના આદેશ DGP દ્વારા કરાયાં હતા. અમદાવાદ પોલીસ કમિશનરે પણ આ સૂચનાનું પાલન  કરવાના સખ્ત આદેશ કરવામાં આવ્યા છે. 

એસીપી અને પી.આઈ. એ રાત્રે 12 સુધી પોલીસ સ્ટેશન છોડવું

પોલીસ કમિશનરના આદેશ અનુસાર, શહેરના  એસીપી અને પી.આઈ. એ રાત્રે 12 સુધી પોલીસ સ્ટેશન છોડવું નહીં. પરંતુ રાત્રે 12 વાગ્યે પોલીસ કન્ટ્રોલ રૂમ દ્વારા રાત્રે 12 વાગ્યે અમદાવાદના સેક્ટર-1 એટલે કે પશ્ચિમ અને કોટ વિસ્તારના પી.આઈ.ઓના લોકેશન લેવાયાં હતાં.

આ દરમિયાન બોડકદેવના પી.આઈ. આર. વી. વિંછી, સોલાના એન બી બારોટ, આનંદનગરના બી.કે. ભારાઈ, નારણપુરાના વી. જે. ચાવડા, નવરંગપુરાના એ.એ. દેસાઈ, ચાંદખેડાના એન. એસ. ખોખર અને શહેરકોટડા પીઆઈ પી. વી. ગોસાઈના લોકેશન રાતે 12 વાગ્યે તેમના ઘરે હોવાના મળતાં પોલીસ કમિશનરને આજે રિપોર્ટ કરાયો છે.

આ સમાચાર શેર કરો