સુરત: બિલ્ડિંગ ધરાશાયી થતા સાત લોકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
રાજ્યના સુરતમાં ગત સાંજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. શહેરમાં 6 માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. તંત્

રાજ્યના સુરતમાં ગત સાંજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. શહેરમાં 6 માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલું છે. ઈમારતમાંથી સાત મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. એક મહિલા ઈજાગ્રસ્ત છે.
સાંજના સમયે 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ
સુરતના સચિન વિસ્તારની GIDCમાં શનિવારે (06 જુલાઈ) સાંજના સમયે 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગ ધરાશાયી થતા આસપાસના વિસ્તારમાં ભૂકંપ આવ્યો હોય તેવો અનુભવ થયો હતો. આ દુર્ઘટનામાં 4 પુરૂષ એક મહિલા સહિત કુલ પાંચ લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને બિલ્ડિંગનો કાટમાળ ખસેડી રેસ્ક્યૂ શરુ કરી દેવામાં આવ્યું હતું.
આ બિલ્ડિંગ અંદાજે 2016માં બન્યું હતું. એવી પણ વાત સામે આવી રહી છે કે બિલ્ડિંગ ગેરકાયદે હતું. જોકે આ વિસ્તારમાં હાલ આ ઘટનાને પગલે બાંધકામ ચાલી રહ્યા છે તેને બંધ કરી દેવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ હજુ સુધી કરવામાં આવી નથી. હાલ પોલીસ આ દુર્ઘટનાને લઈને તપાસ કરી રહી છે. બિલ્ડિંગમાં 15 જેટલા લોકો રહેતા હોવાની માહિતી મળી હતી. જે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે તે જર્જરીત હોવાનું કહેવાય રહ્યું છે.






