Ahmedabad news: શહેર ભાજપમાં નવી નિમણૂકો બાદ ભડકો, રઉફ શેખ સામે લઘુમતી મોરચાના પૂર્વ મહામંત્રીના ગંભીર આરોપ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અમદાવાદ ભાજપમાં વિવિધ નિમણ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અમદાવાદ ભાજપમાં વિવિધ નિમણૂંકો કરવામાં આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદ શહેર ભાજપમાં નવી નિમણૂકો બાદ આંતરિક અસંતોષ જોવા મળ્યો છે. લઘુમતી મોરચાના પૂર્વ મહામંત્રી અહેમદ પટેલે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનેને ઇ-મેઈલ કર્યો છે.
નવનિયુક્ત અધ્યક્ષ રઉફ શેખ સામે ગંભીર આક્ષેપો કર્યા
લઘુમતી મોરચાના પૂર્વ મહામંત્રી અહેમદ પટેલે ઈ-મેલમાં નવનિયુક્ત અધ્યક્ષ રઉફ શેખ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તો બીજી તરફ હવે એ જોવાનું રહેશે કે આ આંતરીક વિખવાદ ક્યાં સુધી પહોંચશે?
રઉફ શેખને ગુનેગાર ગણાવ્યા
લઘુમતી મોરચાના પૂર્વ મહામંત્રી અહેમદ પટેલે ઈ-મેલમાં રઉફ શેખને 'ગુનેગાર' તરીકે ગણાવ્યા છે. તેમાં ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે જેમને બૂથ કે પેજ સમિતિનું જ્ઞાન નથી, તેમને પ્રમુખ પદ કેમ સોંપવામાં આવ્યું છે? તો બીજી તરફ સંગઠન સાથે વર્ષોથી જોડાયેલા કાર્યકરોની કેમ સતત અવગણના થઈ રહી છે. લઘુમતી મોરચાના પૂર્વ મહામંત્રી અહેમદ પટેલે ખુલ્લો પડકાર ફેંકતા અમદાવાદ ભાજપમાં મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે.





