મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedbad news: નિકોલ તોડકાંડની તપાસમાં બેદરકારી બદલ CP ની કાર્યવાહી, ટ્રાફિક શાખાનાં PI સસ્પેન્ડ

અમદાવાદના આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ એન.કે. રબારીને

Ahmedbad news: નિકોલ તોડકાંડની તપાસમાં બેદરકારી બદલ CP ની કાર્યવાહી, ટ્રાફિક શાખાનાં PI સસ્પેન્ડ

અમદાવાદના આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ એન.કે. રબારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નિકોલ તોડકાંડની ઇન્ક્વાયરીમાં બેદરકારી દાખવવા ઉપરાંત ટ્રાફિકને લઈને પણ અનેક ફરિયાદો સામે આવી હતી. જેના લીધે પોલીસ કમિશ્નર દ્વારા તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

શું હતો નિકાલ તોડકાંડનો મામલો?

નિકોલમાં દોઢ મહિના પહેલા એક વેપારીની કાર રોકી તેમને ધમકી આપી પોલીસ દ્વારા તોડ કરવામાં આવ્યો હતો. દાસ્તાન સર્કલ પાસે વેપારીને રોકી ટ્રાફિક પોલીસ દ્વારા વેપારી પાસેથી ઓનલાઈન અને રોકડ ગણીને 5.88 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. આ કેસમાં કુલ ત્રણ ટી.આર.બી અને એક હેડ કોન્સ્ટેબલ સંકળાયેલા હતા. પોલીસે હેડ કોન્સ્ટેબલ નાગજીભાઈ શંકરભાઈ ચૌધરીની ધરપકડ છે. આ કેસમાં ટી.આર.બી રાજેશ પટણી અને વિશાલ પટણીની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી અને અજય પટણી ફરાર છે.

આ સમાચાર શેર કરો