નવસારી-સુરત સ્ટેટ હાઇવે પર અણઘડ રીતે બાઈક ચલાવતા ગંભીર અકસ્માત, 3 નાં મોત
નવસારી સુરત સ્ટેટ હાઇવે ઉપર બાઈક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ગંભીર અકસ

નવસારી સુરત સ્ટેટ હાઇવે ઉપર બાઈક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત પરિણમ્યો છે.
નવસારી નજીક જલાલપોરનાં કોલાસણા ગામ પાસે ત્રિપલ સવારી ચાલકે પોતાનું બાઈક ગફલતભરી રીતે ચલાવતા આ ઘટના બની હતી. કોલાસણા બસ સ્ટેન્ડ પાસે ઓવરટેક કરવાના ચક્કરમાં બાઈક ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો અને બાઈક બસ સ્ટેન્ડમાં અથડાતા ત્રણેયનાં ઘટના સ્થળે મોત થયા હતા.
મૃત્યુ પામેલ ત્રણેય યુવકો મિત્ર હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ મરોલી પોલીસ સ્ટેશનને થતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મૃતકોની યાદી :-
- અર્જુન વલ્લભ પ્રસાદ બિન્દ
- અંકિતકુમાર રામગોપાલ મિશ્રા
- વિકાસ બચ્ચાપ્રસાદ ડુબે






