19મી ઓક્ટોબર, શનિવારે અમદાવાદમાં યોજાશે 'ઋષભાયનઃ ભારતીય સંસ્કૃતિના પુરોધા’ નામના એક અભૂતપૂર્વ સેમિનાર
વિદ્વાનો અને નિષ્ણાંતો વિશ્વની સૌથી જૂની અને સૌથી

વિદ્વાનો અને નિષ્ણાંતો વિશ્વની સૌથી જૂની અને સૌથી પ્રગતિશીલ સંસ્કૃતિને આકાર આપવામાં ભગવાન ઋષભદેવની ભૂમિકા અંગે ચર્ચા કરશે
શ્રી શાહીબાગ ગિરધરનગર જૈન સંઘના સહયોગથી લબ્ધિ વિક્રમ જૈન સેવા ટ્રસ્ટ 19મી ઓક્ટોબરના શનિવારના રોજ દિનેશ હોલ, અમદાવાદ ખાતે સવારે ‘ઋષભાયનઃ ભારતીય સંસ્કૃતિના પુરોધા’ નામના એક અભૂતપૂર્વ સેમિનારનું આયોજન કરી રહ્યું છે. આ એક દિવસના પરિસંવાદમાં પ્રતિષ્ઠિત વિદ્વાનો એક મંચ પર આવશે અને ભારતીય સંસ્કૃતિના સમૃદ્ધ ઐતિહાસિક, દાર્શનિક તથા સામાજિક પાસાંની ખોજ કરશે અને તેને રજૂ કરશે જેમાં વિશેષ ધ્યાન ભગવાન ઋષભદેવના ગહન યોગદાન પર રહેશે.
ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાં પર વિખ્યાત ગુરૂઓ અને વિદ્વાનો દ્વારા લખાયેલા લેખો અને સંશોધન પત્રોને દર્શાવતું એક વ્યાપક પુસ્તક ઋષભાયન દરમિયાન લોન્ચ કરવામાં આવશે અને ભારત તથા સમગ્ર વિશ્વમાં તેનું વિતરણ કરાશે.
જૈન ધર્મમાં ભગવાન ઋષભદેવને વર્તમાન અવસર્પિણીના પ્રથમ તીર્થંકર તરીકે પૂજવામાં આવે છે અને તેઓ માનવ સંસ્કૃતિના પૂર્વજ તરીકે ગણાય છે. તેમણે પરિવારનું માળખું, સામાજિક વ્યવસ્થા, પ્રશાસન અને રાજકીય વ્યવસ્થાની રચનાનો શ્રેય તથા ભારતીય સંસ્કૃતિના પ્રણેતા તરીકેનું બહુમાન આપવામાં આવે છે.
આ સેમિનારમાં ડો. અભય ફિરોદિયા, અર્પિત શાહ અને ડો. રમઝાન હસનિયા જેવા જાણીતા વિદ્વાનોના પ્રેઝન્ટેશન રજૂ કરાશે. આ વિદ્વાનો જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ પર ભગવાન ઋષભદેવના જીવન અને ઉપદેશોના પ્રભાવ પર આંતરદ્રષ્ટિ રજૂ કરશે. આ પ્રસંગે શ્રી સી આર પાટિલ, કેન્દ્રીય જળશક્તિ પ્રધાન અને ભાજપ પ્રમુખ (ગુજરાત), શ્રી હર્ષ સંઘવી, ગુજરાતના ગૃહ પ્રધાન અને રમતો તથા યુવા બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન તેમજ અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન સહિતના પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહેશે.
જૈનાચાર્ય પરમ પૂજ્ય વિજય યશોવર્માસૂરિશ્વરજી મહારાજ સાહેબ, પૂજ્ય આચાર્યશ્રી ભાગ્યયશસૂરિ મહારાજ સાહેબ અને પૂજ્ય આચાર્યશ્રી હિંકર્યશસૂરિ મહારાજ સાહેબના આધ્યાત્મિક માર્ગદર્શન હેઠળ ઋષભાયનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્વાનો, આધ્યાત્મિક ગુરૂઓ અને સમુદાયના સભ્યોમાં અર્થપૂર્ણ ચર્ચાને પ્રોત્સાહન આપવાનો છે જેમાં ભારતના સમૃદ્ધ વારસામાં રહેલા રસને જાળવવા અને પુનઃજીવિત કરવા પર ધ્યાન આપવામાં આવ્યું છે, ખાસ કરીને યુવા પેઢીમાં, જેઓ કદાચ તેની ગહનતા અને મહત્વની પૂરેપૂરી કદર કરતા નથી.
વિશ્વ હિંદુ પરિષદ, શ્રી ઉમિયાધામ, સ્વામિનારાયણ ગુરૂકુળ, જગન્નાથ મંદિર, સનાતન સતપંથ તીર્થધામ અને મગરવાડા જૈન તીર્થ જેવી અગ્રણી સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.








