મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહીસાગરથી મોટા સમાચાર, પરથમપુરમાં ફરી મતદાન પહેલા 144 લાગું

Mahisagar booth Capturing : મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામના મતદાન મથકમાં ભાજપ નેતાના પ

મહીસાગરથી મોટા સમાચાર, પરથમપુરમાં ફરી મતદાન પહેલા 144 લાગું

Mahisagar booth Capturing : મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામના મતદાન મથકમાં ભાજપ નેતાના પુત્રએ બૂથ કેપ્ચરિંગ કર્યું હતું. આ ઘટના બાદ ચૂંટણીપંચે પ્રથમપુરમાં ફરી મતદાન કરવાનો નિર્ણય લીધો હતો. પણ આવતીકાલે ફરી મતદાન થાય એ પહેલા પ્રથમપુરમાં કલમ 144 લાગું કરવામાં આવી છે. 

પરથમપુરમાં ફરી મતદાન પહેલા 144 લાગું, કડક સુરક્ષા વ્યવસ્થા 

આવતીકાલે 11 મેના દિવસે પરથમપુર બૂથ પર ફરી મતદાન યોજાશે. આ મતદાન પહેલા પરથમપુરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે, જેના ભાગરૂપે પરથમપુરમાં કલમ 144 લાગું કરી દેવામાં આવી છે. પરથમપુરમાં આવતીકાલે યોજાનારા મતદાન અંગે ચૂંટણીપંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. 

હાલ તાલુકા ચૂંટણી અધિકારી, અન્ય કર્મચારીઓ બૂથ પર હાજર છે. આ સાથે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ઓબ્ઝર્વર દ્વારા પણ બુથની મુલાકાત લેવામાં આવી છે. બુથમાં પ્રવેશ પહેલા મેટલ ડિટેક્ટર મશીન સહિત અનેક વ્યવસ્થા કરવામાં આવી છે. 

બુથનું લાઈવ વેબ કાસ્ટિંગ કરવામાં આવશે

પરથમપુર બૂથ પર આવતી કાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ફરી મતદાન યોજાશે. ચૂંટણી પંચ દ્વારા બુથનું લાઈવ વેબ કાસ્ટિંગ કરવામાં આવશે. સંતરામપુરના પરથમપુર બુથમાં 1224 મતદાતાઓનું મતદાન યોજાશે, જેમાં 618 પુરુષ મતદારો અને 606 મહિલા મતદારો ફરીથી પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે.

આ સમાચાર શેર કરો