આણંદ: વઘાસી ગામના ગેસ એજન્સીના માલિકનું કૌભાંડ, સિલિન્ડરમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા ઝડપાયો
રાજ્યના આણંદમાંથી કૌભાંડ ઝડપાયું છે. મળતા અહેવાલ પ્રમાણે આણંદના વઘાસી ગામમાંથી સરકારી યોજના હેઠ

રાજ્યના આણંદમાંથી કૌભાંડ ઝડપાયું છે. મળતા અહેવાલ પ્રમાણે આણંદના વઘાસી ગામમાંથી સરકારી યોજના હેઠળ સબસીડીથી મળતા ઘરેલું વપરાશના ગેસના બાટલામાંથી કોમર્શિયલ સિલિન્ડરમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડાયું છે. એલસીબી અને પુરવઠા વિભાગે સંયુક્ત ઓપરેશનમાં રૂા. ૧૨.૧૩ લાખના ગેસના ૪૭૮ સિલિન્ડર સહિત રૂા. ૧૨.૨૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગેસ એજન્સીનો માલિક જ ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતો ઝડપાયો
આણંદ LCBની તા. ૨૧મીએ પેટ્રોલિંગમાં હતી. ત્યારે વઘાસી ગામમાં બી.કે. ગેસ એજન્સીના માલિક કિરીટ સિંધી (રહે. જવાહર કોલોની, ડીમાર્ટ પાસે, તુલસી ગરનાળા પાસે, આણંદ) પોતાના ગોડાઉનની બાજુમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતા હોવાની બાતમી મળી હતી.
ગોડાઉનમાં પોલીસે દરોડા પાડ્યા
એલસીબીના અધિકારી સહિત ટીમે ગ્રામ્ય પુરવઠા અધિકારીની ટીમને સાથે રાખી બી.કે. ગેસ એજન્સીના ગોડાઉનની બાજુમાં આવેલા અનેય ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. ગેરકાયદે કોઈપણ મંજૂરી અને ફાયર સેફ્ટીના સાધનો વગર માનવ જીવનને જોખમ થાય તે રીતે સરકારની યોજના હેઠળ સબસીડીથી મળતા ઘરેલુ વરપાશની ગેસની બોટલોમાંથી કોમર્શિયલ ગેસના સિલિન્ડરમાં ગેસ ભરવાનું કૌભાંડ ચાલતું હોવાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચો: ટાર્ગેટ પુરા કરવા ખોટા મેમો? રાજકોટ ટ્રાફિક પોલીસની દાદાગીરીનો Video વાયરલ
દરોડા દરમિયાન જુદી જુદી કંપનીની નાની- મોટી ખાલી તથા ભરેલી ઘરેલું અને વાણીજ્ય વપરાશ હેતુની ગેસની રૂા. ૧૨,૧૩,૦૯૦ની કિંમતના કુલ ૪૭૮ સિલિન્ડર, ગેસ ટ્રાન્સફર કરવા માટે વપરમાં લીધેલી રૂા. ૮,૦૦૦ની બે રિફિલિંગ મોટર, ગેરના સિલિન્ડરના વજન માટેના રૂા. ૮ હજારના બે વજન કાંટા મળી કુલ રૂા. ૧૨.૨૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી જરૂરી આગળની કાયદેસરની તપાસની તજવીજ હાથ ધરી હતી.






