ટાર્ગેટ પુરા કરવા ખોટા મેમો? રાજકોટ ટ્રાફિક પોલીસની દાદાગીરીનો Video વાયરલ
રાજકોટ ટ્રાફિક પોલીસની દાદાગીરીનો એક વીડિયો વાયરલ થયો છે. વનવે જેવા સાંકડા રોડ પર વાહન સ્પીડથી ચલાવી પણ

રાજકોટ ટ્રાફિક પોલીસની દાદાગીરીનો એક વીડિયો વાયરલ થયો છે. વનવે જેવા સાંકડા રોડ પર વાહન સ્પીડથી ચલાવી પણ ન શકાય એવી સ્થિતિમાં એક કારચાલકને ટ્રાફિક પોલીસે ભયજનક ડ્રાઇવિંગનો મેમો ખોટો આપ્યા હોવાનો કારચાલકે આરોપ લગાવ્યો છે. આ કારચાલક પાસે વાહનના પૂરતા દસ્તાવેજ હોવા છતાં ટ્રાફિક પોલીસે મેમો આપ્યો હોવાના આક્ષેપ લાગ્યા છે. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.




