મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

SC: 'સાબરમતી આશ્રમને લગતી અરજીમાં લાગણીઓ ન લાવો', સુપ્રીમ કોર્ટે મહાત્મા ગાંધીના પૌત્રને જાણો શું કહ્યું

સુપ્રીમ કોર્ટે મંગળવારે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની અરજી ફગાવી દીધી હતી.

SC: 'સાબરમતી આશ્રમને લગતી અરજીમાં લાગણીઓ ન લાવો', સુપ્રીમ કોર્ટે મહાત્મા ગાંધીના પૌત્રને જાણો શું કહ્યું

સુપ્રીમ કોર્ટે મંગળવારે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની અરજી ફગાવી દીધી હતી. જેમાં તેમણે ગુજરાત હાઈકોર્ટના 2022ના આદેશને પડકાર્યો હતો, જેમાં આશરે રૂ. 1200 કરોડના ખર્ચે અમદાવાદમાં સાબરમતી આશ્રમના પુનઃવિકાસના રાજ્ય સરકારના નિર્ણયને યથાવત રાખ્યો હતો. કોર્ટે કહ્યું કે આ મામલામાં ભાવનાઓને સામેલ કરવાની જરૂર નથી.

અરજીમાં તુષાર ગાંધીએ દાવો કર્યો હતો કે ગુજરાત સરકારનો પ્રસ્તાવિત પ્રોજેક્ટ રૂ. 1,200 કરોડના ખર્ચે સદી જૂના આશ્રમનો ચહેરો બદલી નાખશે. આટલું જ નહીં, પરંતુ તે તેની નૈતિકતાને ભ્રષ્ટ કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના રિનોવેટેડ પ્રોજેકટમાં લગભગ 40 એકસરખી ઈમારતો સાચવવામાં આવશે, જ્યારે બાકીની 200 ઇમારતોને નષ્ટ અથવા પુનઃનિર્માણ કરવામાં આવશે.

બેંચે શું કહ્યું?

આ કેસમાં, જસ્ટિસ એમએમ સુંદરેશ અને રાજેશ બિંદલની બેન્ચે કહ્યું કે તે અરજીમાં દખલ કરવા માટે ઈચ્છુક નથી, કારણ કે અરજી દાખલ કરવામાં બે વર્ષથી વધુનો વિલંબ થયો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા આશ્રમના મુખ્ય વિસ્તારને અસર નહીં થવાની ખાતરી આપવામાં આવી છે તે આદેશને પડકારવાનું કારણ બની શકે નહીં.

હાઈકોર્ટે 2022માં તુષાર ગાંધીની અરજીનો નિકાલ કર્યો 

ગુજરાત હાઈકોર્ટે 2022 માં તુષાર ગાંધીની અરજીનો નિકાલ કર્યો હતો, સરકારે કહ્યું હતું કે આશ્રમના મુખ્ય વિસ્તારને અસર થશે નહીં. ગુજરાત સરકારનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે પાંચ એકરમાં ફેલાયેલા મુખ્ય આશ્રમ સંકુલને પુનઃવિકાસ દરમિયાન સ્પર્શ કરવામાં આવશે નહીં.

આ સમાચાર શેર કરો