Surendranagar: સાયલા APMC ચૂંટણી, આ તારીખે થશે મતદાન
સાયલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, જે લાંબા સમય બાદ યોજાવાની હોવ

સાયલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, જે લાંબા સમય બાદ યોજાવાની હોવાથી રાજકીય ગરમાવો વધ્યો છે. આ ચૂંટણી માટે ઉમેદવારો 6 ઓક્ટોબરે ફોર્મ ભરશે, જ્યારે 10 ઓક્ટોબરે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. મતદાન 17 ઓક્ટોબરે યોજાશે, અને 18 ઓક્ટોબરે મતગણતરી સાથે પરિણામ જાહેર થશે।.
આ ચૂંટણીમાં ખેડૂત પેનલમાંથી 10, વેપારી પેનલમાંથી 4, સરકારી સભ્યો 2 અને ગ્રામ પંચાયત સદસ્ય 1 એમ કુલ 17 ઉમેદવારો ફોર્મ ભરશે. ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત પેનલો ઉપરાંત અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવશે. ભાજપ, જેનો સાયલા APMCમાં લાંબા સમયથી દબદબો રહ્યો છે, પોતાનો ગઢ બચાવવા પ્રયાસો કરશે, જ્યારે કોંગ્રેસ આ તકનો લાભ લઈ સત્તા હાંસલ કરવાની કોશિશ કરશે.
ઉમેદવારોની સંખ્યામાં થઇ શકે છે વધારો
લાંબા વિરામ બાદ યોજાતી આ ચૂંટણીએ સ્થાનિક રાજકારણમાં ગતિ લાવી છે. ઉમેદવારોની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે. ખેડૂતો અને વેપારીઓના હિતો સાથે જોડાયેલી આ ચૂંટણી સાયલા વિસ્તારના આર્થિક અને રાજકીય ભવિષ્ય માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.




