મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagarનો આજે સ્થાપના દિવસ, સુરેન્દ્રસિંહજીને પુષ્પઅંજલી અર્પણ કરી કરાઈ ઉજવણી

સુરેન્દ્રનગર શહેરે આજે, 1 ઓગસ્ટ 2025ના રોજ, પોતાનો 79મો સ્થાપના દિવસ

સુરેન્દ્રનગર શહેરે આજે, 1 ઓગસ્ટ 2025ના રોજ, પોતાનો 79મો સ્થાપના દિવસ ભાવપૂર્વક ઉજવ્યો. 79 વર્ષ પહેલાં સુરેન્દ્રસિંહજી ઝાલા દ્વારા આ શહેરની સ્થાપના કરવામાં આવી હતી. આ શહેરે વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. આ પ્રસંગે તમામ સમાજના આગેવાનોએ સ્થાપક સુરેન્દ્રસિંહજીને પુષ્પાંજલિ અર્પણ કરી, શહેરની એકતા અને ભાઈચારા માટે પ્રાર્થના કરી. 

'કાપ’ તરીકે ઓળખાતું સુરેન્દ્રનગર

એક સમયે ‘કેમ્પ' પાછળથી અપભ્રંશ કરી 'કાપ’ તરીકે ઓળખાતું સુરેન્દ્રનગર, આજે ગુજરાતની અનોખી ઓળખ ધરાવે છે. સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર તરીકે ગણાતું આ શહેર ખેતી, ઉદ્યોગો અને વેપારના ક્ષેત્રે ઝડપથી આગળ વધ્યું છે. કપાસ, મસાલા, અને સિરામિક ઉદ્યોગોના કેન્દ્ર તરીકે સુરેન્દ્રનગરે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં પણ નોંધપાત્ર પ્રગતિ થઈ છે.

સ્થાપના દિવસની ઉજવણીમાં શહેરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો. સાંસ્કૃતિક કાર્યક્રમો, સમાજસેવાના આયોજનો અને સ્થાનિક વેપારીઓના સહયોગથી આ દિવસ યાદગાર બન્યો. સુરેન્દ્રનગરના નાગરિકોએ શહેરના વિકાસમાં યોગદાન આપનારા તમામ લોકોનો આભાર માન્યો અને ભવિષ્યમાં પણ શહેરની પ્રગતિ માટે સંકલ્પ લીધો.

આ સમાચાર શેર કરો