Surendranagar: જન્માષ્ટમી લોકમેળાઓની ભવ્ય તૈયારીઓ, મ.ન.પા. અને ન.પા.ને કરોડોની કમાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં 2025ના જન્માષ્ટમી પર્વ નિમિત્તે ત્રણ લોકમેળાનું આયોજન ક
સુરેન્દ્રનગર જિલ્લામાં 2025ના જન્માષ્ટમી પર્વ નિમિત્તે ત્રણ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાઓ માટે ગ્રાઉન્ડ ફાળવણી અને હરાજી પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જેના પરિણામે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને ધ્રાંગધ્રા નગરપાલિકાની તિજોરી છલકાઈ છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને 1.85 કરોડથી વધુ અને ધ્રાંગધ્રા નગરપાલિકાને 1.75 કરોડની આવક થઈ છે.
મેળાઓના આયોજન દરમિયાન વરસાદને કારણે નુકસાન થાય તો રૂપિયા પરત નહીં આપવાનો નિયમ ઘડવામાં આવ્યો છે. સરકારી નિયમોનું કડક પાલન થાય તે માટે આયોજકો પાસેથી ખાતરીઓ લેવામાં આવી છે. મેળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જે ઉત્સવપ્રેમી જનતા માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશ્નર ડો. નવનાથ ગવ્હાણે જણાવ્યું કે, “આ મેળાઓ જિલ્લાની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરશે અને સ્થાનિક અર્થતંત્રને પણ બળ આપશે.”






