મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagarમાં અઢળક સમસ્યાઓને લઈ ખેડૂતોમાં રોષ, નિવારણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

Surendranagar News: ગુજરાતમાં ઠેર ઠેર ખેડૂતો અનેક સમસ્યાઓને સામનો કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર ખાતે ખેડૂત પ્રશ

Surendranagarમાં અઢળક સમસ્યાઓને લઈ ખેડૂતોમાં રોષ, નિવારણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

Surendranagar News: ગુજરાતમાં ઠેર ઠેર ખેડૂતો અનેક સમસ્યાઓને સામનો કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર ખાતે ખેડૂત પ્રશ્નોને લઈ ખેડૂત હિત રક્ષક સમિતિએ સરકાર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને પોર્ટલ ન ખુલતા વિશેષ સહાય માટેનું રજિસ્ટ્રેશન નથી થઈ શક્યું. બીજી તરફ ખાતર માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે. જમીન માપણીઓના પ્રશ્નને લઈ ખેડૂતો 10 વર્ષથી DLR કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે.

ઘુડખરના ત્રાસ થી ખેડૂતોના ઉભા પાકોનો સોથ વળી રહ્યો છે. ખેડૂતોને લાભ આપવા બનાવામાં આવેલી મંડળીઓમાં પણ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. નર્મદા કેનાલના પાણી તેમજ અન્ય પ્રશ્નોને લઈ ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે. તંત્રને રજુઆત છતાં પણ ખેડૂતોના પ્રશ્નો સાંભળવા ત્યાર નથી. અગામી દિવસોમાં નિવેડો નહિ આવે તો પાટડીમાં વિશાળ ખેડૂત સંમેલન યોજાશે. ટુંક સમયમાં સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓ ખુંદી રાત્રી સભા યોજી ખેડૂતોના પ્રશ્નને લઈ લડત આપવામાં આવશે.

આ સમાચાર શેર કરો