Surendranagar: લીંબડી-અમદાવાદ હાઈવે પર ટ્રકના ટાયર ધડાકાભેર ફાટતા લાગી આગ
હાઈવે ઉપર વાહન સળગવાના બનાવો અવાર- નવાર સામે આવે છે, ત્યારે સુરેન્દ્રનગર લીંબડી અમદાવાદ હાઈવે
હાઈવે ઉપર વાહન સળગવાના બનાવો અવાર- નવાર સામે આવે છે, ત્યારે સુરેન્દ્રનગર લીંબડી અમદાવાદ હાઈવે પર એક ટ્રકમાં આગ લાગવાની ઘટના બની છે. કટારીયા નજીર રનિંગ ટ્રેનમાં આગ લાગી હતી, જે બાદ વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર સહિતની ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને આગને કાબુમાં લેવાના પ્રયાસો શરુ કર્યા હતા. મળતી માહિતી અનુસાર ટ્રકના ટાયર અચાનક ધડાકા ભેર ફાટયા અને ટ્રક બળીને ખાખ થઈ ગયો. હાઇવે પર અન્ય વાહનોને નુકસાન ન થાય તે માટે ટ્રાફિક રોકી રાખવામાં આવ્યો હતો.



