મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાવરકુંડલા: ધોરણ 10ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થિની ઝડપાઈ, નાની બહેનની જગ્યાએ મોટી બહેન પરીક્ષા આપતી ઝડપાઈ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 27 ફેબ્રુઆરીથી શરૂ થયેલી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં આજે ત્રીજા દિવસે

સાવરકુંડલા: ધોરણ 10ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થિની ઝડપાઈ, નાની બહેનની જગ્યાએ મોટી બહેન પરીક્ષા આપતી ઝડપાઈ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 27 ફેબ્રુઆરીથી શરૂ થયેલી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં આજે ત્રીજા દિવસે સમગ્ર રાજ્યમાં ગેરરીતેના કુલ 6 કેસ નોંધાયા છે. જેમાં અમરેલીના સાવરકુંડલા જે.વી.મોદી હાઇસ્કૂલમાં ડમી વિદ્યાર્થીની ઝડપાઇ છે. 

સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, અમરેલીના સાવરકુંડલામાં આવેલી જે.વી. મોદી હાઇસ્કૂલમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ડમી વિદ્યાર્થિની ઝડપાઇ છે. ધોરણ 10ના પેપરમાં નાની બહેનના બદલે મોટી બહેન પરીક્ષા આપતાં ઝડપાઇ હતી.

 પોલીસ સ્ટેશનમાં બંને બહેનો સામે રાત્રે પોલીસ ફરિયાદ 

સુપરવાઇઝરે શંકા જતાં ડમી વિદ્યાર્થિનીનો ભાંડો ફૂટી ગયો હતો. પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે નાની બહનને ટાઇફોડ હોવાથી મોટી બહેન પરીક્ષા આપતા ઝડપાઇ હતી. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં બંને બહેનો સામે રાત્રે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

આ સમાચાર શેર કરો