મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Jamnagar: સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ઓવરબ્રિજ તૈયાર, 20 નવેમ્બરે લોકાર્પણ બાદ ખુલ્લો મુકાશે

જામનગર શહેરના નાગરિકોની વર્ષો જૂની રાહનો આખરે અંત આવ્યો છે. છેલ્લા ચાર વર્ષથી પણ વધુ સમયથી નિર્માણાધીન સૌર

Jamnagar: સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ઓવરબ્રિજ તૈયાર, 20 નવેમ્બરે લોકાર્પણ બાદ ખુલ્લો મુકાશે

જામનગર શહેરના નાગરિકોની વર્ષો જૂની રાહનો આખરે અંત આવ્યો છે. છેલ્લા ચાર વર્ષથી પણ વધુ સમયથી નિર્માણાધીન સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને લાંબો 3.5 કિલોમીટરનો ઓવરબ્રિજ હવે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે. આ બ્રિજનું લોકાર્પણ આગામી 20 નવેમ્બરના રોજ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.

આ ઓવરબ્રિજ સાત રસ્તા સર્કલથી વિક્ટોરિયા પુલને જોડે છે. 3.5 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ બ્રિજ જામનગર શહેરમાં લાંબા સમયથી ચાલી રહેલી ટ્રાફિકની ગંભીર સમસ્યાને હળવી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ બ્રિજનું એક મહત્ત્વપૂર્ણ નામકરણ પણ કરવામાં આવ્યું છે. સુભાષચંદ્ર બોઝના પૂતળાથી શરૂ થતો અને સાત રસ્તા સર્કલ સુધીના આ બ્રિજને 'સુભાષ ઓવરબ્રિજ' તરીકે ઓળખવામાં આવશે.

જામનગરનો આ ઓવરબ્રિજ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો 3.5 કિલોમીટરનો પ્રથમ બ્રિજ છે, જેનું નિર્માણ કાર્ય પૂર્ણ થતા સમગ્ર શહેરમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. 20 નવેમ્બરે લોકાર્પણ બાદ આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે.

આ સમાચાર શેર કરો