Ahmedabadમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી, સરદાર@150 યુનિટી માર્ચનું કરાયુ આયોજન
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં 'સરદાર@150 યુનિટી માર્ચ'નું ભવ્ય આયોજન

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં 'સરદાર@150 યુનિટી માર્ચ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા દ્વારા સરદાર પટેલના રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સાંપ્રદાયિક સદભાવનાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે.
આ 'યુનિટી માર્ચ'નું આયોજન કેસરીનંદન ચોક, વિરાટનગરથી શરૂ કરીને ઓઢવ ભાગોળ સુધી કરવામાં આવ્યું છે. પદયાત્રાના સમગ્ર રૂટ પર રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યા છે, આ આયોજનની થીમ 'એક ભારત, આત્મનિર્ભર ભારત' રાખવામાં આવી છે.
આ પદયાત્રામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જોડાશે. ઉપરાંત અમદાવાદના મેયર,રાજ્યકક્ષાના મંત્રી,સાંસદો,ધારાસભ્યો, AMCના અધિકારીઓ અને પદાધિકારીઓ પદયાત્રામાં જોડાશે.




