Surendranagar: ગૌચરની જમીન પર ચાલી રહેલી બેફામ ખનિજ ચોરીનો પર્દાફાશ
સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ગામમાં ગૌચરની જમીન પર ચાલી રહેલી બેફામ ખનિજ ચોરીના પર્દાફાશ બાદ વહીવટી તંત્ર
સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ગામમાં ગૌચરની જમીન પર ચાલી રહેલી બેફામ ખનિજ ચોરીના પર્દાફાશ બાદ વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે પ્રથમ વખત ગામના સરપંચ અને તલાટીને સીધા જવાબદાર ગણીને તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
લીમડી ગામની ગૌચર જમીન પર રેતી અને માટીનું ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે પ્રાંત અધિકારી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કુલ ₹3.20 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર ખનિજ ચોરીના કૌભાંડમાં સ્થાનિક સ્તરે જવાબદાર ગણીને વહીવટી તંત્રએ લીમડી ગામના સરપંચ અને તલાટી-કમ-મંત્રી સામે કાર્યવાહી શરૂ કરી છે. પ્રાંત અધિકારીએ બન્ને પાસેથી ખનિજ ચોરીના મુદ્દે જવાબો માંગ્યા છે.





