મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રોફેસરોની ભરતી મામલે વિવાદોમાં સપડાઈ, મંજૂરી વિના જ ભરતીનો આરોપ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદ સામે આવી છે. યુનિવર્સિટી પ્રોફેસરોની ભર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રોફેસરોની ભરતી મામલે વિવાદોમાં સપડાઈ, મંજૂરી વિના જ ભરતીનો આરોપ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદ સામે આવી છે. યુનિવર્સિટી પ્રોફેસરોની ભરતી મામલે વિવાદોમાં સપડાઈ છે. 10 પ્રોફેસરો અને એક એસોસીએટ પ્રોફેસરને રાતોરાત ભરતીના ઓર્ડર આપ્યા હતા.યુનિવર્સિટી દ્વારા બોર્ડ ઓફ મેનેજમેન્ટની મંજૂરી વિના જ ભરતી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.

 ભરતીની પ્રક્રિયા શરૂ કરાઈ

એક વર્ષ અગાઉ ભરતીની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. વિવાદ સર્જાતા પ્રોફેસરોની ભરતી પડતી મૂકવામાં આવી હતી, પરંતુ એક વર્ષ બાદ રાતોરાતો પ્રોફેસરોની ભરતી કરાઈ હતી.

લાગતા વળગતાઓને પ્રોફેસર તરીકે સિલેક્ટ કર્યા હોવાનું આક્ષેપ

લાગતા વળગતાઓને પ્રોફેસર તરીકે સિલેક્ટ કર્યા હોવાનું આક્ષેપ છે.મેથેમેટિક્સ એજ્યુકેશન અને હિન્દી ભવનમાં ઇન્ટરવ્યૂ માટે માત્ર એક એક ઉમેદવારને જ બોલાવવામાં આવ્યા હોવાનો આરોપ છે. વર્ષ 2019માં ભરતી જાહેર કરવામાં આવી હતી, પરતું હવે 2024માં પ્રોફેસરોની ભરતી કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો