સાસણ સફારી પાર્કમાં સિંહ દર્શન શરૂ, આ રીતે કરો ઓનલાઈન બુકિંગ
આજથી ગુજરાતના સાસણ ગીર નેશનલ પાર્કમાં ફરી એકવાર સિંહ દર્શનની શરૂઆત થઇ છે. દર વર્ષે 15 જૂનથી 15 ઓકટોબર સુધીનો 4 મહિનાના

આજથી ગુજરાતના સાસણ ગીર નેશનલ પાર્કમાં ફરી એકવાર સિંહ દર્શનની શરૂઆત થઇ છે. દર વર્ષે 15 જૂનથી 15 ઓકટોબર સુધીનો 4 મહિનાના સમયગાળા માટે સિંહોનું વેકેશન હોય છે. ચોમાસાના ચાર માસ બાદ આજથી 16 ઓક્ટોબરથી સાસણના જંગલમાં સિંહોનું વેકેશન પૂર્ણ થશે. પ્રવાસીઓ આજથી જંગલમાં સિંહ દર્શન કરી શકશે. અત્યારથી જ દિવાળી વેકેશન સુધીની પરમીટનું બુકિંગ ફુલ થઈ ગયું છે. આ ઉપરાંત સાસણ આસપાસ આવેલી હોટલ, રિસોર્ટ, ફાર્મહાઉસમાં પણ એડવાન્સ બુકિંગ થઈ ગયું છે.
ચોમાસા દરમ્યાન સિંહ સહિતના વન્યપ્રાણીઓનો સંવનનકાળ હોય છે. આ ઉપરાંત વરસાદના કારણે જંગલના રસ્તા પર વાહન જઈ શક્તા નથી પરિણામે દર વર્ષે વન વિભાગ દ્વારા 15 જૂનથી ચોમાસાનો પ્રારંભ થતા જ સાસણ ગીરમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. આજે તા. 16 ઓક્ટોબરે સત્તાવાર રીતે ચોમાસું પૂર્ણ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ સિંહોનું ચાર માસનું વેકેશન પણ પૂર્ણ થશે.
આ વખતે ગીર જંગલમાં ભારે વરસાદ થતાં રસ્તાઓનું ધોવાણ થયું હતું. જીપ્સીના રૂટ પર રસ્તાઓનું રિપેરીંગ કરવામાં આવ્યું છે. સામાન્ય દિવસોમાં સિંહદર્શન માટે રોજ ત્રણ સેશન્સમાં 50-50 મળી કુલ 150 જેટલી પરમીટ ઈશ્યુ કરવામાં આવે છે.
દર વખતે તહેવારના દિવસો પહેલા આ પરમીટની સંખ્યા 180 કરવામાં આવે છે. અત્યારથી છેક દિવાળી વેકેશન સુધીની પરમીટનું બુકિંગ ફુલ થઈ ગયું છે. આ ઉપરાંત સાસણની આસપાસમાં આવેલી હોટલો, ફાર્મહાઉસ, રિસોર્ટમાં પણ દિવાળી વેકેશન સુધીનું બુકિંગ થઈ થયું છે. જેના પગલે અત્યારથી ભાડાઓ વધી ગયા છે.
ગીર નેશનલ પાર્ક સફારી સમય
સવારે 06:00 થી 09:00
સવારે 09:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી
બપોરે 03:00 થી સાંજના 06:00 વાગ્યા સુધી
ગીર નેશનલ પાર્ક સફારી બુકિંગ એન્ટ્રી ફી
4 સીટર જીપ (ભારતીય) - રૂપિયા 5500 / જીપ (એક જીપમાં મહત્તમ 4 એડલ્ટ અને 1 બાળકની મંજૂરી છે)
6 સીટર જીપ (ભારતીય) - રૂપિયા 6500 / જીપ (એક જીપમાં મહત્તમ 6 એડલ્ટ અને 1 બાળકની મંજૂરી છે)
8 સીટર જીપ (ભારતીય) - રૂપિયા 8000 / જીપ (એક જીપમાં મહત્તમ 8 એડલ્ટ અને 1 બાળકની મંજૂરી છે)
ઓનલાઈન બુકિંગ માટે https://sasangirnationalpark.in/ અધિકૃત વેબસાઇટનો ઉપયોગ કરો.








