મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: કાર્બોસેલની ખાણમાં જે ગામના મજૂરોના મોત થશે તો સરપંચ રહેશે જવાબદાર, વહિવટી તંત્રનો નિર્ણય

સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં મજૂરોના મોત મામ

સુરેન્દ્રનગર: કાર્બોસેલની ખાણમાં જે ગામના મજૂરોના મોત થશે તો સરપંચ રહેશે જવાબદાર, વહિવટી તંત્રનો નિર્ણય

સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં મજૂરોના મોત મામલે સરપંચ જવાબદાર રહેશે. ગેરકાયદેસર કાર્બોસેલની ખાણોમાં દુર્ઘટનામાં મજૂરોના મોત બાદ તંત્રએ નિર્ણય કર્યો છે.

 કાર્બોસેલની ખાણોમાં જે ગામમાં મજૂરોના મોત થશે ત્યાંના સરપંચ જવાબદાર રહેશે

ગેરકાયદેસર કાર્બોસેલની ખાણોમાં જે ગામમાં મજૂરોના મોત થશે ત્યાંના સરપંચ જવાબદાર રહેશે. ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં દુર્ઘટના મુદ્દે મજૂરોના મોત બાદ બે ગામના સરપંચોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ભેટ અને વેલાળા ગામના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા

તલાટી મામલતદાર સહિતના અધિકારીઓ પર કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા ન કરવામાં આવી નહોતી. જિલ્લાના ગ્રામિણ વિસ્તારોમાં ચાલતી ખનીજ ચોરી મુદ્દે તલાટી મામલતદાર અને પ્રાંત અધિકારી તેમજ પોલીસ વિભાગની મહત્વની ભૂમિકામાં છે. ભેટ અને વેલાળા ગામના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.ગેરકાયદેસર ખનિજ ચોરી સામે માત્ર સરપંચ જવાબદાર હોય તે પ્રકારનો ઘાટ સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાયો હતો.

13 જુલાઈના રોજ 3 મજૂરોના મોત થયા હતા

સુરેન્દ્રનગરના ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં 13 જુલાઈના રોજ 3 મજૂરોના મોત થયા હતા. 300 ફૂટ ઊંડે ભેખડ ધસી પડતા ત્રણ મજૂરો જીવતા દટાઈ ગયા હતા આ મામલે  પોલીસે મૂળી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન કલ્પેશ પરમાર, જિલ્લા પંચાયતના સભ્યના પતિ ખીમજી સહિત 4 લોકો સામે મુળી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં કર્યો હતો.

આ સમાચાર શેર કરો