મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નકલી ટોલનાકું મામલો: વઘાસિયાના સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ કર્યા સસ્પેન્ડ

મોરબી વાંકાનેરમાં વર્ષ 2023માં નકલી ટોલનાકું ઝડપાયું હતું. આ નકલી ટોલનાકા પ્રકરણમાં વઘા

નકલી ટોલનાકું મામલો: વઘાસિયાના સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ કર્યા સસ્પેન્ડ

મોરબી વાંકાનેરમાં વર્ષ 2023માં  નકલી ટોલનાકું ઝડપાયું હતું. આ નકલી ટોલનાકા પ્રકરણમાં વઘાસિયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલામાં પોલીસે તેમની ધરપકડ કરી હતી, ત્યારબાદ તેમનો જામીન પર છુટકારો થયો હતો.

વઘાસીયા ટોલનાકાની સમાંતર નકલી ટોલનાકું શરૂ કરીને કૌભાંડ આચર્યું 

કોર્ટમાં આ બાબતનો કેસ ચાલતો હોવાથી ડીડીઓએ સરપંચને સસ્પેન્ડ કર્યા છે. ગત ડિસેમ્બર-2023માં વાંકાનેર-મોરબી હાઈવે પર વઘાસીયા ટોલનાકાની સમાંતર નકલી ટોલનાકું શરૂ કરીને કૌભાંડ આચર્યું હતું. આ મામલે પોલીસ જ ફરિયાદી બની હતી.

સરપંચ પદેથી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા સસ્પેન્ડ

વઘાસીયા ગામના સરપંચ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને રિમાન્ડ બાદ જેલમાં ધકેલ્યા હતા. રિપોર્ટ પછી જિલ્લા વિકાસ અધિકારીએ સુનાવણી યોજી ન્યાયિક પ્રકિયા બાદ સરપંચ પદેથી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલાને સસ્પેન્ડ કર્યા હતા.

આ સમાચાર શેર કરો