કચ્છ: પરજાઉ ગામના સરપંચે ઝેરી દવા પીને કર્યો આપઘાત, પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર
અબડાસા તાલુકાના પરજાઉ ગામના ઇન્ચાર્જ સરપંચે ત્રણ દિવસ પહેલા ઝેરી દવા પીધી હતી. ત્યારે આજે સારવાર દરમિયાન તેમનું

અબડાસા તાલુકાના પરજાઉ ગામના ઇન્ચાર્જ સરપંચે ત્રણ દિવસ પહેલા ઝેરી દવા પીધી હતી. ત્યારે આજે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે. બીજી તરફ પરિવારે દુષપ્રેરણા કરનાર સામે ફરિયાદની માગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના પરજાવ ગામના સરપંચનું મોત થયું છે. સરપંચ બળવંત સિંહ જાડેજાએ ગામના વ્યક્તિના ત્રાસના કારણે ત્રણ દિવસ અગાઉ ઝેરી દવા પીધી હતી. જે બાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં આજે સારવાર દરમિયાન મોત થયું છે.
ગામના એક ઇસમ દ્વારા અવારનવાર રૂબરૂ અને ટેલિફોનિક ગામની જમીન મામલે ધાક ધમકી કરવામાં આવી રહી હતી. ખોટી અરજીઓ કરી સરપંચને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ વ્યક્તિના ત્રાસના કારણે સરપંચ બળવંત સિંહ જાડેજાએ આપઘાત કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સરપંચના મોત મામલે તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદાર સામે ગુન્હો નોંધવામાં આવે તેવી માંગ પરિવારજનો કરી રહ્યા છે.






