મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: લાભાર્થીઓની સહાય રકમ સરપંચ અને તલાટી ડકારી ગયાનો ગંભીર આરોપ, જાણો શું છે સમગ્ર વિવાદ

સુરેન્દ્રનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીઓને સહાયની રકમ સરપંચ

સુરેન્દ્રનગર: લાભાર્થીઓની સહાય રકમ સરપંચ અને તલાટી ડકારી ગયાનો ગંભીર આરોપ, જાણો શું છે સમગ્ર વિવાદ

સુરેન્દ્રનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીઓને સહાયની રકમ સરપંચ અને તલાટીએ લીધા હોવાના ગંભીર ઘટસ્ફોટ થયો છે.પ્રધાનમંત્રી આવાસ યોજનાનામાં લાભાર્થીને હપ્તો આવ્યો ત્યારે સરપંચે પૈસાની માંગણી કરી હતી.

લાભાર્થીએ પહેલા હપ્તામાંથી 2500 રૂપિયા સરપંચને આપ્યા

લાભાર્થીએ પહેલા હપ્તામાંથી 2500 રૂપિયા સરપંચને આપ્યા હતા, અને બીજા હપ્તામાંથી સરપંચે 5000 રૂપિયાની માંગણી કરી હતી.જે બાદ લાભાર્થી દ્વારા ટીડીઓને રજૂઆત કરવામાં આવી હતી.

ઉપલા અધિકારીઓને પૈસા આપવાના હોવાનું કહીને પૈસા પડાવ્યા

સરપંચે લાભાર્થીઓને જણાવ્યુ કે ઉપલા અધિકારીઓને પૈસા આપવાના હોવાનું કહીને પૈસા પડાવ્યા હતા.ઉલ્લેખનિય છે કે ભાજપના રાજમાં ભ્રષ્ટ અધિકારીઓની કમી નથી.એવામાં ભ્રષ્ટ સરપંચ તેનો ઉત્તમ નમૂનો છે. ગરીબોને સરકાર તરફથી જે લાભ આપવામાં આવે છે તે પણ ભ્રષ્ટ અધિકારીઓ તેમનાથી છીનવી લે છે.

આ સમાચાર શેર કરો