વલસાડ: ઉમરગામનું સંજાણ ગામ આજે સજ્જડ બંધ, આદિવાસી યુવાનની બારમાં થઈ હતી હત્યા
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ગામનાં આદિવાસી યુવાનો દાદરા નગર હવેલી ફરવા ગયા હતા, ત્યાં તેઓ પુષ્પક બારમાં ગ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ગામનાં આદિવાસી યુવાનો દાદરા નગર હવેલી ફરવા ગયા હતા, ત્યાં તેઓ પુષ્પક બારમાં ગયા હતા. પુષ્પક બારમાં ગયા પછી રાત્રે ત્યાં મારામારીની ઘટના થઈ હતી. એક યુવાનને વેઈટરોએ બોટલોના ઘા મારીને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર ફેંકી દીધો હતો.
યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું
આ યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. દાદરાનગર હવેલી પોલીસે આ મામલે સખ્ત કાર્યવાહી કરી હતી, ઘટનામાં જે પણ સંડોવાયેલા હતા તે તમામની ધરપકડ કરી હતી. ત્યારે બીજી તરફ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ગામનાં આદિવાસી યુવકની મોતના પગલે આજે સંજાણ બંધનું એલાન આપવામાં આવ્યું છે. સંજાણ બંધના કારણે પોલીસ પણ સતર્ક છે, કોઈ અનિચ્છનીય બનાવના બને તે માટે તમામ પ્રકારની તકેદારી રાખી છે.
સ્થાનિક સંગઠનોએ બંધની જાહેરાત કરી
સંજાણ સજ્જડ બંધ રહે તે માટે સ્થાનિક સંગઠનો અને કોંગ્રેસે બંધના એલાનની જાહેરાત કરી હતી. વાંસદાનાં આદિવાસી નેતા અને ધારસભ્ય અનંત પટેલ મૃતક યુવાનના પરિવારજનનોને સાંત્વના આપવા પહોંચ્યા હતા.






