મહેસાણામાં દાવત બ્રાન્ડ ઘીના નમૂના ફેઈલ, ફૂડ વિભાગે રેડ પાડી 13 લાખનો ઘીનો જથ્થો જપ્ત કર્યો
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી ખાદ્ય પદાર્થોની ચીજ વસ્તુઓની બના

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી ખાદ્ય પદાર્થોની ચીજ વસ્તુઓની બનાવટ અને તેના વેચાણ સામે ફૂડ વિભાગે લાલ આંખ કરી હોય તેમ વર્તાઈ રહ્યું છે. હજુ થોડા સમય પહેલા જ રાજકોટમાંથી લેવામાં આવેલા ઘી અને પનીરના નમૂના ફેઈલ જતાં ખળભળાટ મચ્યો હતો. એવામાં મહેસાણામાંથી લેવામાં આવેલા ઘીના નમૂના ફેઈલ જતાં ચકચારી મચી જવા પામી છે.
મહેસાણા જિલ્લાના કડીમાંથી લીધેલા દાવત બ્રાન્ડ ઘીના નમૂના ફેઈલ જવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ફૂડ વિભાગે ઓક્ટોમ્બર માસમાં લીધા હતા ઘીના નમૂના જે ફેઈલ જતાં ફૂડ વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. કડીના ગોડાઉનમાં મહેસાણા ફૂડ વિભાગે રેડ પાડી હતી. જેમાં અંદાજે 13 લાખનો દાવત નામની બ્રાન્ડનો ઘીનો જથ્થો ઝડપાયો હતો. ફૂડ વિભાગે લીધેલ ઘીના નમૂના ફેલ જતા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : રાજકોટ: ઘી અને પનીરના નામે વેચાય છે ઝેર, આરોગ્ય વિભાગ આરોપીઓને લઈ જશે કોર્ટમાં
રાજકોટની ડેરીમાંથી લીધેલા ઘીના નમુના ફેઇલ થવાને મામલે તેમજ પનીરનો શંકાસ્પદ જથ્થો પકડાવાને મામલે આરોગ્ય વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, ડેરીમાંથી ઘીના નમૂના લેવામાં આવ્યા હતા જેમાં ગાયનું ઘી સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ તેના નમુના ફેઈલ જતાં તેમના વિરુદ્ધ કેસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.






