મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

 વિમાન દુર્ઘટના બાદ સલમાન ખાને રદ કર્યો કાર્યક્રમ, કહ્યું- આ સેલિબ્રેશનનો સમય નથી

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ

 વિમાન દુર્ઘટના બાદ સલમાન ખાને રદ કર્યો કાર્યક્રમ, કહ્યું- આ સેલિબ્રેશનનો સમય નથી

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઈન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન એરપોર્ટ પરથી બપોરે 1:38 વાગ્યે ટેક ઓફ થયું હતું અને 1:40 વાગ્યે દુર્ઘટના સર્જાઇ હતી. 

એર ઈન્ડિયાના પ્લેનમાં 242 લોકો સવાર હતા

એર ઈન્ડિયા પ્લેન ક્રેશથી આખો દેશ હચમચી ઉઠ્યો છે. આ પ્લેનમાં 230 યાત્રીઓ અને 12 ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરનારું આ પ્લેન ટેક ઓફ બાદ તાત્કાલિક દુર્ઘટનાનો શિકાર બન્યુ હતું. ક્રેશ સાઈડ પરથી કાળો ધુમાડો ઉડતો દેખાઈ રહ્યો છે. આ એક ઈન્ટરનેશનલ એરક્રાફ્ટ હતું. દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ સલમાન ખાને મુંબઈ ખાતેની ઇવેન્ટ કેન્સલ કરી 

આ દુર્ઘટનાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. દેશભરમાં આ દુર્ઘટના પર શોકનો માહોલ છે. એવામાં સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ બાદ સલમાન ખાને તાજ લેન્ડ એન્ડ મુંબઈ ખાતેની ઇવેન્ટમાં હાજરી રદ કરી છે. 

કાર્યક્રમના આયોજકોએ આ મામલે જણાવ્યું હતું કે, 'સલમાન ખાને આ દુર્ઘટના બાદ કહ્યું કે હું આ કાર્યક્રમમાં હાજરી આપીશ નહીં અને આ દુર્ઘટના પછી હું સેલિબ્રેટ કરી શકીશ નહીં.'  

આ સમાચાર શેર કરો