સિહોર નગરપાલિકામાં પગાર કૌભાંડ, ડમી કર્મચારી બતાવી સરકારી નાણાની ઉચાપતના આક્ષેપ
ભાવનગરના સિહોરમાં આવેલી સિહોર નગરપાલિકામાં પગાર કૌભાંડ સામે આવ્યું છે, જેમાં ડમી કર્મચારી બતાવી 8 મહિનાથી સરકારી નાણ

ભાવનગરના સિહોરમાં આવેલી સિહોર નગરપાલિકામાં પગાર કૌભાંડ સામે આવ્યું છે, જેમાં ડમી કર્મચારી બતાવી 8 મહિનાથી સરકારી નાણાની ઉચાપત કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
કર્મચારી 8 મહિનાથી સુરતમાં
સિહોર નગરપાલિકામાં શરૂ પગારે કર્મચારી સુરત સ્થાઈ થયો ગયો છે, છતાં 8 મહિનાથી તેના નામે પગાર લેવામાં આવી રહ્યો છે. વોટર વર્કસ વિભાગમાં કામ કરતા અરૂણભાઇ આઠ મહિનાથી સુરતમાં અને તેમના નામે પગાર સિહોર નગરપાલિકામાંથી અન્ય શખ્સને મળી રહ્યો છે.
વોટર વર્કસ વિભાગના સુપરવાઇઝર અશ્વિનભાઈએ અરૂણભાઇની જગ્યાએ મળતીયાને આઠ મહિનાથી દેખાડી પાલિકાનો આઠ મહિનાનો પગાર પચાવી પાડ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું. જો કે આ સમગ્ર કાંડમાં ચોંકાવનારી વાત એ છે કે અરૂણભાઇની જગ્યાએ જેને ગેરકાયદેસર રીતે કામ પર મુકવામાં આવ્યો હતો એ તેમનો ભાઈ હતો.
સાહેબ સાથે વાત કરીને બધું કર્યું છે - સુપરવાઇઝર
આ સમગ્ર ઉચાપતકાંડની અરૂણભાઇ તેમજ સુપરવાઇઝર અશ્વિનભાઈએ કબુલાત પણ કરી છે. જો કે સુપરવાઇઝર અશ્વિનભાઈએ કહ્યું કે ભટ્ટ સાહેબ સાથે વાત કરીને આ બધું કરવામાં આવ્યું છે. જો ઉંડી તપાસ કરવામાં આવે તો હજી પણ ઘણી બધી વિગતો બહાર આવી શકે એમ છે.
ભગવાન ભરોસે ચાલી રહી છે સિહોર નગરપાલિકા
સિહોર નગરપાલિકામાં રામ રાજ્ય અને પ્રજા સુખી જેવો માહોલ છે. વહીવટદાર કે બદલીમાં મુકેલ ચીફ ઓફિસર કોઈ ફરકતું નથી. ચીફ ઓફિસર બે મહિનાની રજા ઉપર છે, તો રિઝનલ કમિશનર કે ચીફ ઓફિસર આ અંગે જવાબ આપવા તૈયાર નથી.








