રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના કુરુક્ષેત્રમાં ચાલતાં ગુરુકુળની સ્વામિનારાયણના સંતોએ લીધી મુલાકાત
ભારતીય વૈદિક સંસ્કૃતિ અનુસાર સમગ્ર દેશમાં શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય ગુરુકુળ દ્વારા થ

ભારતીય વૈદિક સંસ્કૃતિ અનુસાર સમગ્ર દેશમાં શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય ગુરુકુળ દ્વારા થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં 75 વર્ષથી ગુરુકુળ પરંપરા ચાલી રહી છે. ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળના 50 સંતો હાલ હિમાલયના ચારધામની યાત્રાએ છે. આ દરમિયાન સંતો હરિયાણાના કુરુક્ષત્રમાં આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંચાલિત ગુરુકુળની મુલાકાતે પહોંચ્યા હતાં. જ્યાં આચાર્ય દેવવ્રતે સંતોને સમગ્ર ગુરુકુળથી માહિતગાર કર્યા હતાં.
મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રના મેદાનમાં થયું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની જન્મ અને કર્મભૂમિ કુરૂક્ષેત્ર છે. તેઓ અહીં કુરુક્ષેત્ર ગુરુકુલ ચલાવે છે. જ્યાં ૧૫૦૦ ઉપરાંત બાળ-બાલિકાઓને નિઃશુલ્ક અભ્યાસ કરે છે. ભારતીય વૈદિક સંસ્કૃતિ સાથે અહીંના બાળકોને દેશ ભક્તિ અને શહીદોના પાઠો ભણાવાય છે. આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, દર વર્ષે ૨૦ બાળકો દેશની રક્ષાકાજે આર્મીમાં જોડાય છે.
કૃષિ સાથે ઋૂષિ સંસ્કૃતિને ઉજાગર કરતા આ ગુરુકુલમાં રાજ્યપાલે સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના સંતોની પધરામણી કરાવી હતી. સંતો સાથે જાતે જ વિચરીને 180 એકરમાં થતી પ્રાકૃતિક ખેતી તેમજ વિદ્યાધ્યયન, રીચર્સ સેન્ટર વગેરે પરિસર બતાવ્યું હતું. તેઓએ કુરુક્ષેત્ર ગુરુકુલ અને તેના સેવા કાર્યોની માહિતી આપી હતી. તેઓના માર્ગદર્શન અનુસાર બીજા પાંચ ગુરુકુલો હરિયાણામાં ચાલે છે.






