મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છ: આદિપુરથી સગીરાનું અમદાવાદના યુવાને કર્યું અપહરણ, બચાવવા જતા માતાને નરાધમે 20 ફૂટ ઢસડી

આદિપુરની સગીરાને પ્રેમ કરતો અમદાવાદના યુવકે બુધવારે રાત્રે ૧૭ વર્ષીય સગીરનું અપહરણ કરી લીધું હતું.

કચ્છ: આદિપુરથી સગીરાનું અમદાવાદના યુવાને કર્યું અપહરણ, બચાવવા જતા માતાને નરાધમે 20 ફૂટ ઢસડી

આદિપુરની સગીરાને પ્રેમ કરતો અમદાવાદના યુવકે બુધવારે રાત્રે ૧૭ વર્ષીય સગીરનું અપહરણ કરી લીધું હતું. જેની જાણ સગીરાની માતા અને ભાઈને થઈ જતાં તેમણે અમદાવાદના યુવકની કારનો પીછો કરી તેને આંતરી કાર થોભાવી હતી. પરંતુ કારનો કાચ ખોલાવવા જતાં સમયે યુવકે સગીરાની માતાની હત્યા કરી નાખવાના ઈરાદા સાથે કાર તેમના પર ચડાવી દીધી હતી.

સગીરાની માતાને આરોપીએ ૧૫-૨૦ ફૂટ સુધી ઢસેડી

દિકરીના અપહરણની જાણ સગીરાની માતા અને ભાઈને થઈ જતાં તેમણે આરોપી વૈભવની  કારનો પીછો કર્યો હતો. સગીરાની માતાને આરોપીએ ૧૫-૨૦ ફૂટ સુધી ઢસેડી હતી. યુવક સગીરાનું અપહરણ કરી ત્યાંથી નાસી ગયો હતો. જો કે, આદિપુર પોલીસે નાકાબંધી કરાવી મોડી સાંજે અમદાવાદના યુવકને ઝડપી લઈ યુવતીનો કબજો પણ મેળવ્યાની વિગતો સૂત્રોમાંથી મળી છે.

આદિપુર પોલીસ સ્ટેશનમાં સગીરાના પરિજનોએ ફરિયાદ નોંધાવી

આદિપુર પોલીસ સ્ટેશનમાં સગીરાના પરિજનોએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, તેમની ૧૭ વર્ષીય સગીરાનું સિંધી વર્ષા સોસાયટી પાસેના વૃદ્ધાશ્રમ પાસેથી અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા વૈભવ અમિતભાઈ મકવાણાએ અપહરણ કરી લીધું હતું.  આદીપુર પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ અને હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોધવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો