સાબરકાંઠાના ભૂતિયા ગામમાં ભૂતિયા ડૉકટર સામે બેદરકારીનો આક્ષેપ

ફરી એકવાર સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને પોશીનાના અંતરિયાળ વિસ્તારમાં ડિગ્રી વગરના ડૉકટકોનો જાણે રાફડો ફાટી
નીકળ્યો હોય તેવું બન્યું છે. અહીં અવાર-નવાર દર્દીઓને નકલી તબીબો નકલી દવાઓ આપી દેતા દર્દીઓની હાલત કફોડી થઈ જવાના ઘણા
કિસ્સા સામે આવતા હોય છે.
ખેડબ્રહ્મા તાલુકાના ભૂતિયા ગામે ભૂતિયા ડૉકટર સામે બેદરકારીનો આક્ષેપ થયા છે. ઘરે ડિલીવરી દરમ્યાન ગર્ભાશયના ભાગે નુકસાન થતા
સગર્ભાની તબિયત વધુ નાજુક થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. સગર્ભાને ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ બાદ તબિયત નાજુક થતા
તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામમાં આવી હતી. જો કે, મહિલાને તાબડતોબ હિંમતનગર સિવિલ ખાતે લવાયા બાદ સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. જેના લીધે સર્ગભા મહિલાના પરિવારજનો જોલાછાપ તબીબો સામે ચોક્કસ પગલાં ભરવા પોલીસ મથકે લેખિત અરજી કરી હતી. પરિવારજનોએ ખાનગી ભૂતિયા ડૉકટરો સામે કડક હાથે પગલાં ભરવાની લેખિતમાં તંત્રને રજૂઆત કરી હતી. આ ઉપરાંત આ વિસ્તારમાં સરકારી અને ડિગ્રી ધારી તબીબ આરોગ્ય કેન્દ્ર અને સિવિલમાં 24 કલાક રહે તેવી પણ રજૂઆત કરી હતી.

