VIDEO : હિંમતનગરમાં દારૂના દૂષણનો વિરોધ કરતાં પોલીસ કેમ ભડકી? યુવકને બેરહેમીથી માર માર્યાનો આક્ષેપ
સોર્સ : gstv
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાંથી ખાખીને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરમાં બેફામ ચાલતા દારૂના દૂષણથી કંટાળીને શ્રવણ ભાટ નામના એક યુવાને વિરોધ દર્શાવવા માટે હિંમતનગરના મુખ્ય રોડ પર દારૂની બોટલો ગોઠવી દીધી હતી. આ મામલે ભારે હોબાળો મચતાં સાબરકાંઠા એલસીબી પોલીસે યુવાનની અટકાયત કરી હતી.પરંતુ, પોલીસ કસ્ટડીમાં આ યુવાન પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. એલસીબી પોલીસે શ્રવણ ભાટને બેરહેમીથી ઢોર માર મારતાં તેનું મોઢું સૂજી ગયું છે અને આખા શરીર પર લોહીના ચકામા જામી ગયા છે. પીડિત પરિવારે કાયદો હાથમાં લેનારા અને યુવાનને લોહીલુહાણ કરનારા જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે તાત્કાલિક કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

